અમરેલીના કવિ પ્રણવ પંડયાની કવિ કલાપી એવોર્ડ માટે પસંદગી

06 December 2018 01:40 PM
Amreli

પૂ.મોરારીબાપુનાં હસ્તે એવોર્ડ અર્પણ કરાશે

Advertisement

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.6
વિદ્યાનગરી લાઠીનાં આરાધના ચેરી. ટ્રસ્ટ ર્ેારા જગપ્રસિઘ્ધ રાજવી કવિ કલાપી એવોર્ડ પ.પૂ. મોરારિબાપુનાં કરકમળથી પ્રતિવર્ષ અપાય છે. હાલ જામનગર સ્થિત ભરતભાઈ હમીરભાઈ ડેરનાં સૌજન્યથી ર019નાં વર્ષ માટે અમરેલીનાં યુવા કવિ એમ.કે.સી. હાઈસ્કૂલ ચલાલાનાં શિક્ષક પ્રણવભાઈ પંડયાને અર્પણ કરવાનું નક્કી થતાં સાહિત્યકારો, ભાવકોમાં આનંદ વ્યાપેલછે.
અમરેલી નગરનું સાહિત્ય ક્ષેત્રે ગૌરવ વધારનાર કવિ પ્રણવભાઈ પંડયાની કવિતા ક્ષેત્રે ભારે સાધના છે. સાહિત્યકાર, કટારલેખક અને વિવિધ કાર્યક્રમનું સુચારું સંચાલન કરનાર આ કવિના કવિતાથી વધુ કંઈ નહિ (કાવ્યસંગ્રહ ર013) શ્વાસનું રિચાર્જ (લલિત નિબંધ સંગ્રહ ર01પ) મન પાંચમનો મેળામાં ભાગ 1-ર-3 (કવિશ્રી રમેશ પારેખનાં સમગ્ર કાવ્યોનું સંકલન ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર ર્ેારા) ને સાંભરે કલાપી (કવિ કલાપીના અંજલી કાવ્યોનું સંપાદન) લેખમાળા પ્રગટ થાય છે. કવિ પ્રણવ પંડયા પર શુભેચ્છા વર્ષી રહી છે.


Advertisement