ચલાલા ખાદી સંસ્થાનાં ભાણજીભાઇ વાળાની અનેરી ટીફીન સેવા : ભુખ્યાજનોને રામ રોટી

06 December 2018 01:39 PM
Amreli
  • ચલાલા ખાદી સંસ્થાનાં ભાણજીભાઇ વાળાની
અનેરી ટીફીન સેવા : ભુખ્યાજનોને રામ રોટી

ઘરે-ઘરેથી ટીફીન ઉઘરાવી નિરાધાર, દિવ્યાંગો અને ગરીબોની જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ

Advertisement

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.6
ચલાલાનાં સંનિષ્ઠ ખાદી સાધક નાગરદાસભાઈ દોશીએ આવી સહાયનો સાભાર સ્વીકાર કરી ખાદીનાં તે વેળાંચાલતા કાઠિયાવાડ ખાદી મંડળનાં થાણાઓને મોહનલાલ કામેશ્વર પંડયાને અંજલિ રૂપે સઘળા કેન્દ્રોને ભપંડયાભ ાદી કાર્યાલય નામ આપ્યા. જે આજ પર્યંત ચાલુ છે. ગાંધીજીની પ્રેરણા અને નાગરદાસભાઈની કુનેહથી પાંગરેલી આવી ખાદી સંસ્થાઓનું મથક ચલાલા છે. તેના વર્તમાન પ્રમુખ રવજીભાઈ સોલંકીજણાવે છે કે સંસ્થાની અનેકવિધ પ્રવૃતિઓમાં ચલાલાનાં જ એક કાર્યકર્તા ભાણજીભાઈ વાળા નિરાધાર ભૂખ્યા ભાઈ ભાંડુની જઠરાગ્નિ ઠારવા સતત મથે છે. સામેથી મળતી ઓફરની નોંધ લઈ તેવા કરૂણાળું લોકોને ત્યાંથી ટીફીન લઈ રોજ સાંજે ગામની ભાગોળે, બસ સ્ટેન્ડનાં પ્રાંગણમાં રેલ્વે સ્ટેશનની પરસાળમાં મંદિરોને ઓટલે કે ખુલ્લામાં ઘેઘૂર ઝાડવા નિચે સાવ નિરાધાર, લુલા, લંગડા,અંધ અપંગ એવા દયાપાત્ર લોકોને જમાડે છે. ટીફીન ટબ્બા સાથે સાઈકલ લઈ નિકળી પડે છે. લોકો ટીફીન ડબ્બા ભરી દયે છે. ભાણજીભાઈ કેટલાંય ભૂખ્યા જનોની આંતરડી ઠારે છે. આ કામ અને ક્રમને ટાઢ, તડકો કે અનરાધાર વરસાદ નડતો નથી. એકધારો સેવા યજ્ઞ ચાલે છે. તેમાં લોક સહકાર કોડિયાનીવાટ સંકોરે છે. દયાનું દિવેલ પૂરે છે.અને માણસાઈનાં આ દિવડા જલતા રહે તેની ખેવના રાખે છે.
એક સજજન આ સેવા નજરે જોઈ રાજી થયા. કરૂણાનાં ભાવ સાથે તેની આંખનાં ખૂણાં ભિંજાયા. સામેથી સાદદેછે.ભાઈ, સેવાયજ્ઞ ચાલુ રાખજો. ચોમાસામાં અટકો નહીં માટે ચાલો હું તમને ભરેઈન કોટ શૂટભલઈ દઉં અને રૂા.1 હજારનો રેઈન શૂટ લઈ દીધો.
અહિંની ગૌશાળા આવા ભૂખ્યા દુ:ખ્યા તથા સગર્ભા બહેનોને ભાણામાં મફત દૂધનાં છાલિયા ભરી દે છે. જોનારા કયે છે કે, માણસાઈ મૂરઝાઈ નથી, મરી પરવારી નથી, જાગે છે. જીવે છે. ચાલો તેમાં આપણે સૌ સમિધ ઓરીયે. ચલાલાનાં સેવા યજ્ઞમાં ખાદી સંસ્થા સતત ચેતવે છે કે, સમાજમાં આપણે ભિખારી પેદા નથી કરવા. જેને પ્રભુએ હાથ, પગ અને રૂડી કાયા દીધી છે. સ્વયં કામી ખાય તેમ છે જ. આ સેવા સિમિત રાખી ફોગટનું ખાનારાની (ફોજ) જમાત પેદા ન થાય તે જો જો. આ દિશા દર્શન સામે રાખી છેલ્લા ત્રણેક માસથી આ સેવા યજ્ઞ લોકોમાંથીસ્વયંભુ રામ રોટીમેળવી લોકભાણા પીરસે છે. આવા એક ગરીબોનાં હામી ભાણજીભાઈની ટીફીન દેનારાની યાદી લંબાતી જાય છે. ભાણજીભાઇની સાથે અનેક સેવાભાવીઓ ગરીબોને ટીફીન પહોંચાડી જઠરાગ્નિ ઠારી મુક સેવામાં જોડાયા છે.


Advertisement