ધોરાજીના બેરોજગાર યુવાને વડાપ્રધાન મોદીને ગે્રજયુઅેશનની ડિગ્રી પરત કરી

06 December 2018 01:39 PM
Dhoraji
  • ધોરાજીના બેરોજગાર યુવાને વડાપ્રધાન મોદીને ગે્રજયુઅેશનની ડિગ્રી પરત કરી
  • ધોરાજીના બેરોજગાર યુવાને વડાપ્રધાન મોદીને ગે્રજયુઅેશનની ડિગ્રી પરત કરી

લોકરક્ષકની સ્પધાૅત્મક પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થવાના વિરોધમાં

Advertisement

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી, તા. ૬ લોકરક્ષકની સ્પધાૅત્મક પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થતા તેના વિરોધમાં ધોરાજીના સંકેત મકવાણા નામના યુવાને પોતાની ગ્રેજયુઅેશનની ડિગ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પરત કરી છે. અા અંગે સંકેત મકવાણાઅે જણાવેલ છે કે તા. ર/૧રના રોજ લોકરક્ષક પરીક્ષાનું અાયોજન થયેલ પણ ઉમેદવારો પરીક્ષામાં બેસે તે પહેલા અાન્સર કી ફરતી થઈ ગઈ હતી અને પેપર રદ થઈ ગયેલ અાના કારણે ૧૦ લાખ યુવાનો માનસિક હતાશ થઈ ગયા છે. દરેક ભરતી પ્રક્રિયાના કયાંકને કયાંક પેપર ફરવાના કિસ્સા જોવા મળે છે. જેથી ભરતી પ્રક્રિયા પારદશૅક બનાવવા તેઅોઅે જણાવેલ છે. વધુમાં જણાવેલ છે કે જયારે અભ્યાસ કયાૅ પછી સરકારી નોકરીઅોના સપના હતા તમે પણ ર૦૧૪માં સપના દેખાડેલ સ્ટાટૅઅપ યોજના હેઠળ ર કરોડ રોજગારી અાપશો પણ રોજગારીનો અાપી નહી પણ પેપર દેવા જેવા પણ લાયક રાખ્યા નથી. અાજ ર૦૦૦ તલાટીની ભરતીમાં ૧૦ લાખ ફોમૅ ભરાય છે. તો અામા મને કયાંય રોજગારી દેખાતી નથી. ગુજરાત સરકારનીનીતિ કોન્ટ્રાકટ પઘ્ધતિ અાઉટ સોસીંગ પ૦૦૦રુ૭૦૦૦ની નોકરીમાં શોષણ થાય છે. અાના કરતા ખેતમજુર બનવું સારૂ તેમ જણાવી તેઅોઅે વડાપ્રધાનો ગ્રેજયુઅેશનની પોતાની ડિગ્રી પણ મોકલી છે.


Advertisement