તળાજા માર્કેટ યાર્ડમાં ‘જ્ઞાતિ’નું રાજકારણ સફળ!

06 December 2018 01:37 PM
Bhavnagar

ભાજપે પરાજયનો સ્વાદ ચાખવો પડયો : છતા પ્રમુખપદ નક્કી કરતી વખતે કોંગ્રેસની ખેંચતાણનો લાભ લેવા મંથન!

Advertisement

તળાજા તા.6
તળાજા માર્કેટીંગ યાર્ડ ની રસાકસી ભર્યા ચૂંટણી જંગ બાદ કોંગ્રેસ ને જનાદેશ મળ્યો છે. પક્ષા પક્ષી ના રાજકારણ ના બદલે જ્ઞાતિ લેવલ નું રાજકારણ ખેલાયૂ છે. એ પરિણામ બાદ સ્પષ્ટ થઈ ગયુ છે. ત્યારે હવે પ્રમુખ ના તાજ માટે કોંગ્રેસ માં ખેંચતાણ થાય તેવી વાતો વહેતી થઈ છે. તો ભાજપ પણ સતા સ્થાને બેસી શકે તેવા એંધાણ છેજ તેમ છતાંય ભાજપ માં મનોમંથન ચાલી રહયુ છે કે શું કરવું જોઈએ.
તળાજા માર્કેટીંગ યાર્ડ ના ખેડૂત વિભાગ ના મતદારો એ ભાજપ ને સ્પષ્ટ જાકારો આપી કોંગ્રેસ તરફી જનાદેશ આપ્યો છે. પક્ષીય રાજકારણ કરવા ના બદલે જ્ઞાતિ લેવલનું અહીં રાજકારણ જોવા મલ્યૂ. પાલીવાલ સમાજ એ રાજકીય પક્ષ કરતા સમાજ લેવલ એ એકતા દાખવી છે જેના કારણે ઉભેલા એક ને બાદ કરતાં તમામ ઉમેદવારો જીતો ગયા.
હવે પ્રમુખ અને ઉપ પ્રમુખ ના તાજ પહેરવા માટે ખેંચતાણ ઉભી કોંગ્રેસ માં થાય તેવી વાત ચર્ચાય રહી છે. કોંગ્રેસ ના જે બે પ્રબળ દાવેદારો માનવામાં આવે
છે તેમા પણ વધારો થાય તેમ છે. આથી કોંગ્રેસ અંદરો અંદર ઝઘડવા માં રહશે તો ભાજપ ચોક્કસ તેનો ફાયદો ઉઠાવી શકે તેમ છે.
ભાજપ હજુ સત્તા થી દુર નથી તેમ કહી શકાય કારણકે નગર પાલિકા ભાજપ ની છે અને આજ યાર્ડ માં પાલિકા ના એક સભ્ય તરીકે રમાબેન ડાભી નું નામ મોકલવાની કવાયત હાથ ધરી હોવાની વિગતો જાણવા મળી હતી. એ ઉપરાંત બે મતો ભાજપ ને સરકારી કર્મચારી ના મળે તેવી શકયતા નકારી શકાય નહીં. આથી બળાંબળ ના પારખા થાય તો ભાજપ એક વધુ મતે સત્તા હાંસલ કરી શકે ખરા.બીજી તરફ યાર્ડમાં કોંગ્રેસ ને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે આથી ચૂંટાયેલ સભ્ય ઉપરાંત અન્ય મળતા ત્રણ મતો થી સત્તા કોંગ્રેસ ને મળવા છતાંય રાજ્ય માં ભાજપ ની સરકાર હોય આચકવી કે કેમ તે માટે આગેવનો નું મનોમંથન ચાલી રહ્યોં છે.
અનુભવી લોકો નું માનવું છે કે આવનારા ચૂંટણી ના દિવસો માં યાર્ડ માં જેની સત્તા હશે તે પક્ષ ને ફાયદો થશે કારણકે યાર્ડ ના સત્તાધીશ તરીકે વજન પડતો.હોય છે. એ ઉપરાંત અન્ય ફાયદાઓ પણ થતા હોય છે. આમ લોકમત મેળવવા ના જંગ બાદ હવે સત્તા મેળવવાનો અઘરો ખેલ ખેલાશે તેમાં બેમત નથી.


Advertisement