જસદણ પેટા ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે સાણથલીમાં કાયૅક્રમ

06 December 2018 01:27 PM
Jasdan
  • જસદણ પેટા ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે સાણથલીમાં કાયૅક્રમ

પપેટ શો દ્રારા મતદાન કરવા માગૅદશૅન

Advertisement

જસદણ તા. ૬ અાગામી તા. ર૦/૧ર/ર૦૧૮ ના રોજ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર હોય અા લોકશાહીના પવૅમાં તમામ મતદારો પોતાના કિમતી મતાધિકારોનો ઉપયોગ કરે તે હેતુસર ચૂંટણી અધિકારી જસદણના માગૅદશૅન હેઠળ શાણથલી, જુના પીપળીયા, જીવાચર, પાંચવડા વગેરે ગામોમાં સ્વીપ કાયૅક્રમરુર૦૧૮ અંતગૅત કોઠી કન્યા શાળાના અાસિ. શિ. શ્રી રામાનુજ સરોજબેન અેસ તથા બાળાઅો દ્રારા મતદારને જાગૃત કરવા માટે અેક નૂતન કાયૅક્રમ કઠપૂતલી કલા મારફત. વોટ કરીઅે ચલો વોટ કરીઅે. ગીત તથા મતદાન અવશ્ય કરીઅે નાટક મતદારો સમક્ષ રજુ કરવામાં અાવ્યા. બહોળી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યાં હતાં. લુપ્ત થતી કઠપૂતળી કલાને જીવંત રાખવા માટે અમારા બેનશ્રી દ્રારા બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છતા અભિયાન, પયાૅવરણ જાગૃતિ, પાણી બચાવો તથા મતદાર જાગૃતિના વિવિધ કાયૅક્રમો અાખા તાલુકામાં અવારનવાર અાપતાં રહે છે.


Advertisement