કીસ કિસકો... ઝારખંડમાં કીસ કોમ્પીટીશનથી વિવાદ

06 December 2018 01:06 PM
India
  • કીસ કિસકો... ઝારખંડમાં કીસ કોમ્પીટીશનથી વિવાદ

કોઈ પણ ભોગે કીસ કોમ્પીટીશન યોજવા નહી દેવા ભાજપ મેદાને

Advertisement

નવી દિલ્હી તા. ૬ ઝારખંડમાં કીસ કોમ્પીટીશનના અાયોજને સમગ્ર દેશનુ ઘ્યાન ખેંચ્યું છે. ઝારખંડ મુકિત મોરચાના ધારાસભ્ય સાઈમન મરાંડીઅે અાગામી ૧પ ડિસેમ્બરે કીસ કોમ્પીટીશન યોજવાની જાહેરાત કરી છે. જેનો વિરોધ ભારતીય જનતા પણ અને અાદિવાસી સંગઠનો કરી રહ્યાં છે. ગત વષેૅ સાઈમન મરાંડીઅે વિવાહીત કપલ વચ્ચે કીસ કોમ્પીટીશન યોજી હતી. ચાલુ વષેૅ પણ તેઅો અા પ્રકારની કોમ્પીટીશન યોજવા તૈયાર છે. ભાજપે કિસ કોમ્પીટીશન કોઈપણ ભોગે નહી યોજવા દેવાય તેવી તાકિદ કરી છે. ઝારખંડની પરંપરાઅો તોડી પાડવાનો અાક્ષેપ ભાજપ કરી રહ્યાં છે. ભાજપ અા કોમ્પીટીશનને અશ્ર્િલલ ગણાવે છે. બીજી તરફ ઝારખંડ મુકિત મોરચો કિસ કોમ્પીટીશનના અાયોજનનો યોગ્ય ગણાવી રહ્યો છે. અાયોજનનો યોગ્ય ગણાવી રહ્યો છે. ઝારખંડને રોમ તથા લંડનના બનાવે અહી પશ્ર્વિમી સંસ્કૃતિ લાગુ ના થઈ શકે તેવી ચેતવણી ભાજપે ઉચ્ચારી છે. અાદિવાસી સંગઠનો પણ કોમ્પીટીશનનો વિરોધ કરી રહ્યાં છે. અાવા અાયોજનની કાયદો રુ વ્યવસ્થા બગડી શકે તેવો દાવો અાદિવાસી સરના વિકાસ સમિતિઅે કયોૅ છે. અાદિવાસી સાંસ્કૃતિક વિરાસત ઉપર ઈસાઈ મિશનરીનો હુમલો ગણાવાયો છે. બીજી તરફ કોમ્પીટીશનના અાયોજનની જાહેરાત કરતા સાઈમન મરાડીને ઝારખંડ મુકિત મોરચાઅે નોટીસ અાપી જવાબ માંગ્યો છે.


Advertisement