અેકતા કપૂરના પસૅમાંથી ૬૦,૦૦૦ રૂપિયા ચોરાયા

06 December 2018 01:03 PM
Entertainment
  • અેકતા કપૂરના પસૅમાંથી ૬૦,૦૦૦ રૂપિયા ચોરાયા

જુહુ પોલીસ-સ્ટેશનમાં અજ્ઞાત વ્યકિત વિરુદ્વ ફરિયાદ

Advertisement

મુંબઈ તા. ૬ પ્રોડયુસર અેકતા કપૂરે જુુહુમાં અાવેલા તેના બંગલામાંથી તેની હેન્ડબેગમાં મુકેલી દોઢ લાખની રકમમાંથી ૬૦,૦૦૦ રૂપિયા ગુમ થયા હોવાની જાણ થયા બાદ જુહુ પોલીસરુસ્ટેશનમાં અજાણી વ્યકિત વિરુદ્વ ચોરીનો કેસ દાખલ કયોૅ હતો. પોલીસે કેસની તપાસ હાથ ધરી છે. જાેકે અત્યાર સુધી કોઈની ઘરપકડ કરવામાં અાવી નથી. જુહુ પોલીસરુસ્ટેશનમાં નોંધાવવામાં અાવેલી ફરિયાદમાં અેકતા કપૂરે જણાવ્યું હતું કે ‘મેં ગયા અઠવાડિયે મારા પસૅમાં દોઢ લાખ રૂપિયાને કેસ મૂકી હતી. મેં બેગ êચકી તો મને અેના વજનમાં ફરક લાગ્યો. બેેગ પહેલાં કરતાં હલકી લાગી હતી. ઘ્યાનથી જાેતાં નોટોનાં થોડાં બંડલ અોછાં હતાં. રોકડ કાઢીને ચેક કયુઁ તો પસૅમાં પૂરા ૬૦,૦૦૦ રૂપિયા અોછા હતા. મેં તરત જ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. જાેકે પસૅમાંથી કોસ્મેટિક ઉત્પાદનો જેવી અન્ય કીમતી ચીજાે અકબંધ હતી.’ સાંતાક્રુઝ ડિવિઝનના અસિસ્ટન્ટ કમિશનર અોફ પોલીસ દત્તાત્રય પાંડુરંગ ભારગુડેઅે અાવી ફરિયાદ નોંધાવવામાં અાવી હોવાને સમથૅન અાપ્યું હતું અને કહ્યું હતું કે ‘કોઈ વ્યકિત ફકત મયાૅદિત રકમની શા માટે ચોરી કરે? અમને તેમના બંગલામાં કામ કરનારા લોકો પર શંકા છે. અા કેસની તપાસ ચાલી રહી છે.’


Advertisement