ગુજરાત છોડી પરત ગયેલા ૭૦ ટકા પરપ્રાંતિયોની વાપસી

06 December 2018 01:00 PM
Ahmedabad Gujarat

સુરક્ષાની ખાત્રી અપાયા બાદ ધીમે ધીમે અાગમન

Advertisement

ગાંધીનગર તા.૬ ગુજરાતમાં પરપ્રાંતિયો સામે થયેલી હિંસાત્મક ઘટનાઅોના પડઘા સમગ્ર દેશમાં પડયા હતા. હિંસાના કારણો લાખો પરપ્રાંતિયો ગુજરાત છોડી પોતાના વતન પરત ગયા હતા. જોકે હવે વાતાવરણ ફરી અનુકુળ અનુભવાના વતન ગયેલા ૭૦ ટકા પરપ્રાંતિયો ગુજરાતમાં પરત ફયાૅ છે. બે મહિના જેટલા સમયગાળામાં વાતાવરણ શાંત થયું છે. ઘણા અૌધોગિક અેકમોના મેનેજમેન્ટ દ્વારા પરપ્રાંતિયોને સુરક્ષાની ખાત્રી અાપવામાં અાવી છે. ફરીથી અાવા બનાવના બને તે માટે તંત્ર પણ હરકતમાં છે, ઉતર ભારતીય વિકાસ પરિષદના પ્રમુખ શ્યામસિંઘ ઠાકુરના મન અનુસાર ૭૦ ટકા પરપ્રાંતિયો ગુજરાતમાં પરત ફયાૅ છે. અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતિયો ઉપર ઠાકોર સેના કાયૅકરો દ્વારા હુમલા કરાયા હોવાનો અાક્ષેપ થયા હતા. હિંસાત્મક ઘટનાઅોનાથી વાતાવરણ તંત્ર થયું હતું સાવાંદ, છત્રાલ, મોરેચા, બાવળા, વટવા, સંતજ, નરોડા, અોઢવ, મહેસાણા, તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો ભયભીત થઈ પોતાના વતન ચાલ્યા ગયા હતા.


Advertisement