157 વર્ષ પછી પૃથ્વી સાથે અથડાનારા ઉલ્કપિંડ પર પહોંચતું અવકાશયાન

06 December 2018 12:41 PM
India
  • 157 વર્ષ પછી પૃથ્વી સાથે અથડાનારા ઉલ્કપિંડ પર પહોંચતું અવકાશયાન

OSIRIS-REx બેન્નુ નામના તારાની રજ સાથે લાવશે

Advertisement

નાસાનું અવકાશયાન OSIRIS-REx દૂરના અંતરે આવેલા ઉલ્કાપિંડ (અથવા તારો નક્ષત્ર) 101955 બેન્નુ પર સલામત રીતે ઉતર્યું હતું. મિશન એના પરથી નમુના લઈ પૃથ્વી પર પાછુ ફરશે.
બેન્નુ નામનો આ ઉલ્કાપિંડ 2175 અને 2199 વચ્ચે પૃથ્વી પર મધ્યમ કક્ષાનું જોખમ ધરાવતો હોવાનું વિજ્ઞાનીઓનું કહેવું છે. અલબત, આવી સંભાવના 2700માંથી 1 જેટલી છે. પૃથ્વી સાથે એ 157
વર્ષ પછી અથડાવાની થોડીઘણી સંભાવના છે.
બેન્નુનો પરિઘ 492 મીટરનો છે. એનો અર્થ એ થયો કે એ પૃથ્વી પર કદાચ તૂટી પડે તો પણ નુકસાન મોટું નહીં હોય. એ પડવાથી સામાન્ય તીવ્રતાનો ભૂકંપ થશે અને દરિયા પરની અસર સુનામીમાં પરિણમશે. બેન્નુ પૃથ્વી પરના જીવનનો અંત નહીં લાવે. પરંતુ જો એ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં પડે તો નુકશાન વિનાશકારી હશે. આટલા કદના ઉલ્કાપિંડ દર 130.000 વર્ષે પૃથ્વી પર તૂટી પડતા હોય છે.
નાસાનું મિશન એસ્ટ્રોઈડ પૃથ્વી પર તૂટી પડશે કે નહીં તે જાણવા માટે નથી. એનો હેતુ આપણી સૌર્યમંડળ કઈ રીતે કામ કરે છે તે જણાવવાનું છે. એવી આશા રાખવામાં આવે છે કે યાન સપાટીની રજ એકત્ર કરવામાં સફળ રહેશે. આપણા સૌરમંડળના ઉદભવ થયો તે સમયથી ઉલ્કાપિંડ પર ધૂળ જામેલી છે. બેન્નુની પસંદગી પાછળની વાત પણ જાણવા જેવી છે. એ ઉલ્કાપિંડ મોટો છે અને ધીમે ફરે છે. એ કારણે સપાટી પરના પાર્ટિકલ્સ (રજકણો) ટકી રહ્યા છે. નાના એસ્ટ્રોઈડ મંડળથી ફરતા હોવાના કારણે સપાટી પરથી ધૂળ ફેંકાય જાય છે.
ઘજઈંછઈંજ-છઊડ્ઢ બેન્નુ પર પહોંચી ગયું છે. એક વર્ષ સુધી તે ઉલ્કાપિંડનો સર્વે કરશે અને સપાટી પરથી નમુનો મેળવવા સલામત જગ્યા પસંદ કરશે.
ડેટા અને સેમ્પલ મેળવ્યા પછી અવકાશયાન પૃથ્વી પર પાછું ફરશે. એ પછી વિજ્ઞાનીઓએ એ મટિરીયલ્સનો ઉંડાણથી અભ્યાસ કરશે.
એસ્ટ્રોઈડ પર સમાનવ યાન મોકલવાનો નિર્ણય એ પછી કરાશે. 2023 સુધી અભ્યાસ સંશોધન ચાલુ રહેશે.


Advertisement