કોણ છે વિજયવાડાનો આ ડ્રોન રાજા?

06 December 2018 12:39 PM
India
  • કોણ છે વિજયવાડાનો આ ડ્રોન રાજા?
  • કોણ છે વિજયવાડાનો આ ડ્રોન રાજા?

ડ્રોન રાજા 1.0 - 30 એકરની જમીન પર 10 લિટર સુધીનાં પેસ્ટિસાઇડનો છંટકાવ કરી શકવાની ક્ષમતા ધરાવતું ડ્રોન! ડ્રોન રાજા 2.0 - 70 એકરની જમીન પર 20 લિટર સુધીનાં પેસ્ટિસાઇડનો છંટકાવ કરી શકવાની ક્ષમતા ધરાવતું ડ્રોન!

Advertisement

એપલ ફાઉન્ડર સ્ટીવ જોબ્સે એક વખત કહ્યું હતું, જે પાગલોની માફક એવું વિચારે છે કે તેઓ દુનિયા બદલી શકવા સક્ષમ છે, તેઓ વાસ્તવમાં એ વસ્તુ કરી બતાવતાં હોય છે! વિજયવાડાનાં સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતાં ગોપી રાજાએ ધરતીપુત્રની તબિયત અને સમય સાચવવા માટે શોધી કાઢેલી ટેક્નિક એટલે ‘ડ્રોન રાજા’! ખેતરમાં પાક પર પેસ્ટિસાઇડનો છંટકાવ કરી આપતાં ડ્રોનને કારણે હજારો ખેડુ પરિવારોને કેમિકલની બૂરી અસરમાંથી છૂટકારો મળ્યો છે. 24 વર્ષીય એન્ટરપ્રિન્યોરે ગયા માર્ચ મહિનાથી શરૂ કરીને આજદિન લગીમાં કુલ 30,000 ડ્રોનનું વેચાણ કર્યુ છે. આંધ્રપ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની અમેરિકન નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટી સાથે થયેલી પાર્ટનરશીપનાં પરિણામસ્વરૂપ ગોપી રાજાને યુએસની ટૂર પર મોકલવામાં આવ્યો, જ્યાં તેણે નોર્થઇસ્ટર્ન સિવાય હાવર્ડ અને એમઆઈટી યુનિવર્સિટીનાં પ્રોફેસર્સ સાથે પણ વાતચીત કરી. 18 બેકલોગ સાથે ગ્રેજ્યુએટ થયેલા ગોપી રાજાએ પોતાની કંપનીને 2025 પહેલા મિલિયન ડોલર સ્ટાર્ટ-અપ બનાવવી છે. ‘ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશીપ ચેલેન્જ’માં ત્રીજા ક્રમ પર વિજેતા બન્યા બાદ ગોપી રાજાએ લગભગ 3000 વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. મોટિવેશનલ સ્પીકરની સાથોસાથ તે આજની નવી જનરેશનને ઇન્ટરવ્યુનો સામનો કેવી રીતે કરવો, પબ્લિક સ્પીકિંગ સહિત અન્ય પુષ્કળ માહિતીસભર બાબતો શીખવાડી રહ્યો છે. બેરોજગારોને પોતાની કંપનીમાં યોગ્ય કામ આપીને તે નોકરીની નવી તકોનું સર્જન પણ કરી રહ્યો છે. ‘ફોપલ ડ્રોન ટેક’ (ગોપી રાજાની કંપની) દ્વારા વેચવામાં આવતાં દરેક ડિવાઇસને તેમણે ‘ડ્રોન રાજા’ નામ આપ્યું છે. ગોપી રાજાનો ટાર્ગેટ છે કે આવતાં દસ વર્ષની અંદર ભારતનાં ખૂણેખૂણામાં ડ્રોન-રાજાનું સામ્રાજ્ય પ્રવર્તતું હોવું જોઇએ.

drone_demo_to_farmers_2


Advertisement