હવામાનમાં ધરખમ ફેરફારથી થતી ખુંવારી: ભારતનો ક્રમ વિશ્ર્વમાં દ્વિતીય

06 December 2018 12:35 PM
India
  • હવામાનમાં ધરખમ 
ફેરફારથી થતી ખુંવારી:
ભારતનો ક્રમ વિશ્ર્વમાં દ્વિતીય
  • હવામાનમાં ધરખમ 
ફેરફારથી થતી ખુંવારી:
ભારતનો ક્રમ વિશ્ર્વમાં દ્વિતીય
  • હવામાનમાં ધરખમ 
ફેરફારથી થતી ખુંવારી:
ભારતનો ક્રમ વિશ્ર્વમાં દ્વિતીય
  • હવામાનમાં ધરખમ 
ફેરફારથી થતી ખુંવારી:
ભારતનો ક્રમ વિશ્ર્વમાં દ્વિતીય

વાવાઝોડાની સચોટ આગાહીમાં મેળવેલી મહારથ અને ડીઝાસ્ટર રિસ્પોન્સ સીસ્ટમમાં સુધારથી ગ્લોબલ કલાયમેટ રિસ્ક ઈન્ડેકસમાં રેન્કીંગ સુધર્યું

Advertisement

નવી દિલ્હી તા.6
2017માં અંતિમ છેડાના હવામાનના કારણે થયેલા નુકશાનની દ્રષ્ટીએ જલવાયુ પરિવર્તનના જોખમોનો સામનો કરતા દેશોમાં ભારતનો નંબર 14મો આવે છે. 2016માં ભારતનું સ્થાન છઠ્ઠુ અને 2015માં 4થું હતું. પરંતુ, હવામાન સંબંધી બનાવોમાં ખુવારીની દ્રષ્ટીએ ભારતનો ક્રમ બીજો છે.
2013માં ભારતનોગ્લોબલ કલાયમેટ રિસ્ક ઈન્ડેકસ (સીઆરઆઈ) માં ત્રીજો નંબર હતો, ત્યારે જલવાયુ પરિવર્તનનો સહેલાયથી ભોગ બને તેમ નહોતું.
ગઈકાલે પોલેન્ડના કોટોવાઈસમાં યુએનની કલાયમેટ કોન્ફરન્સ વખતે આ ઈન્ડેકસ જારી કરાયો છે.
જાનહાનીની દ્રષ્ટીએ ભારતનો ક્રમ બીજો છે. 2017માં આત્યંતિક હવામાનથી 2746 મૃત્યુ નોંધાયા હતા. એ સામે ટોચે રહેનારા પુએટો રિકોમાં 2978 મૃત્યુ થયા હતા. દર લાખની વસ્તી અને જીડીપીના દર યુનિટની દ્રષ્ટીએ નુકશાની ભારતમાં એટલી વધુ નથી. માપદંડના આધારે ભારત અમેરિકાથી પણ ઓછું જોખમ ધરાવે છે. 2017માં જોખમનો સામનો કરતા 181 દેશોની યાદીમાં અમેરિકા 12મું સ્થાન ધરાવે છે.
બર્લિન સ્થિત સ્વતંત્ર સંસ્થા જર્મનવોચ દ્વારા જારી આ ઈન્ડેકસમાં જણાવાયું છે કે સીઆરઆઈ એકસપોઝર અને વલનરેબીલીટી (જોખમ)નું સ્તર સૂચવે છે.
સંબંધીત દેશોએ ભવિષ્યમાં અવારનવાર અને અત્યંત વિનાશકારી ઘટનાઓ માટે તૈયાર રહેવા એને ચેતવણી ગણાવી જોઈએ.
અભ્યાસ મુજબ 2017માં વિશ્ર્વમાં આત્યંતિક હવામાન (ભારે વરસાદ, કોલ્ડવેવ, હિમપ્રયાત, પુર વાવાઝોડું અથવા હીટવેવના કારણે 11,500 લોકોએ જાન ગુમાવ્યો હતો અને માલમિલ્કતને 375 અબજ ડોલરનું નુકશાન થયું હતું.
આત્યંતિક હવામાનની ઘટનાઓથી અસરની દ્રષ્ટીએ ભારતનો નંબર 2017માં અને 20 વર્ષના ગાળામાં 14મો રહ્યો હતો. સીઆરઆઈમાં મરણાંક, દર લાખની વસતીએ મરણાંક, નાણાકીય નુકશાનીનો વ્યાપ અને જીડીપીના યુનિટદીઠ નુકશાન ધ્યાનમાં લેવામાં આવે છે.
2017માં ભારતનું રેન્કીંગ સૂધર્યાનું કારણ વાવાઝોડાની સચોટ આગાહી કરવા દેશે હાંસલ કરેલી મહારથ છે. ડિઝાસ્ટર રિસ્પોન્સ સીસ્ટમમાં પણ ક્રમશ: સુધારો થયો છે.
2013માં ભારતનો સીઆરઆઈ રેન્કીંગમાં સૌથી નીચો ક્રમ આવ્યો હતો. ઉતરાખંડમાં અચાનક પૂરથી એ વર્ષે જાનમાલની ભારે ખુવારી થઈ હતી.
જો કે આ વર્ષે કેરળના પુરથી આવતા વર્ષે દેશના રેન્કીંગને અસર થાય તેવી શકયતા છે. તેથી 2018ના ડેટાનો સીઆરઆઈ દેશની હવામાનમાં અચાનક આવતા ફેરફારો સામેની તૈયારીનો સંકેત આપશે.


Advertisement