ઊંધા માથે 8 સેકન્ડમાં 164 ફુટ સ્કેટિંગનો રેકોર્ડ

06 December 2018 12:32 PM
Off-beat World
  • ઊંધા માથે 8 સેકન્ડમાં 164 ફુટ સ્કેટિંગનો રેકોર્ડ

Advertisement

પગમાં ઈનલાઈન સ્કેટ્સ પહેરીને લાંબુ સ્કેટિંગ કરવાનું તો સહજ છે, પરંતુ જર્મન એથ્લીટ મિર્કો હેન્સને હાથમાં સ્કેટ્સ પહેરીને સૌથી ઝડપી સ્કેટિંગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ તાજેતરમાં બનાવ્યો છે. એક ટીવી શોના ભાગરૂપે મિર્કોએ આ સ્ટન્ટ પર્ફોર્મ કર્યો હતો જે રેકોર્ડબ્રેક બન્યો હતો. મિર્કોએ હેન્ડ-સ્કેટિંગ શીખવાનું માત્ર ચાર વર્ષ પહેલા જ શરૂ કર્યુ હતું. જો કે તેણે ઉંધા માથે સ્થિર ઉભા રહીને લાંબુ અંતર કાપવાની પ્રેકટીસ થોડાક મહિનાઓ પહેલા જ શરૂ કરી હતી. હેન્ડસ્ટેન્ડ કરીને બેલેન્સ જાળવવું અને સાથે સ્પીડમાં હેન્ડ સ્કેટિંગ કરવું એ બે સ્કિલ્સ કેળવતા તેને બહુ વાર ન લાગી. તાજેતરમાં તેણે આઠ સેક્ધડમાં 164 ફૂટ હેન્ડ-સ્કેટિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો જે 2019ની રેકોર્ડ બુકમાં સ્થાન પામશે.


Advertisement