ગોંડલની માધવનગર સોસાયટીમાંથી પટેલ યુવાન લાપતા

06 December 2018 12:25 PM
Gondal
  • ગોંડલની માધવનગર સોસાયટીમાંથી પટેલ યુવાન લાપતા

Advertisement

ગોંડલ તા.6
ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ માધવનગર સોસાયટીમાં રહેતા પટેલ યુવાન બે દિવસ પહેલા અચાનક ગુમ થઇ જતાં પરિવાર ચિંતામાં મુકાઇ જવા પામ્યો હતો. ઘટના અંગે સીટી પોલીસમાં અરજ થવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ માધવનગર સોસાયટીમાં રહેતા અને નવા માર્કેટીંગ યાર્ડ ખાતે નમન એન્ટરપ્રાઇઝ નામે દુકાન ધરાવતા જીતેન્દ્રભાઇ લાલજીભાઇ પાનસુરીયા (ઉ.વ.46) ગત તા.2ના રાત્રીનાં ઘરે ભોજન કરી રોડ સુધી ચક્કર મારીને આવવાનું કહ્યા બાદ ઘરે પરત ન આવતાં ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. સગા સ્નેહી, મિત્રો મંડળમાં અનેક જગ્યાએ તપાસ કર્યા બાદ પણ યુવાનનો પતો ન લાગતા આખરે પોલીસ કરવામાં આવી હતી.


Advertisement