કાલે રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન યોજાશે

06 December 2018 12:24 PM
India
  • કાલે રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન યોજાશે

ધારાસભા જંગમાં આખરી તબકકો સંપન્ન થશે

Advertisement

નવી દિલ્હી: દેશમાં પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીમાં કાલે અંતિમ તબકકામાં રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન યોજાશે. આ બન્ને રાજયોમાં પ્રચારના પડધમ શાંત પડી ગયા છે અને આવતીકાલના મતદાનની તમામ તૈયારી થઈ છે. રાજસ્થાનમાં 199 અને તેલંગાણામાં 119 બેઠકો માટે મતદાન છે. રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસની સીધી ટકકર છે તો તેલંગાણામાં કોંગ્રેસ-ટીડીપી જોડાણ- ઉપરાંત શાસક તેલંગણા રાષ્ટ્રીય સમીતી અને ભાજપ મેદાનમાં છે. આમ અહી ત્રિપાંખીયો જંગ છે. રાજસ્થાનમાં ભાજપ માટે સતા બચાવવાની છે અને કોંગ્રેસ અહી સૌથી વધુ આશા ધરાવે છે. જયારે તેલંગાણામાં કોંગ્રેસ-ટીડીપી ગઠબંધનને લોકો ચૂંટી કાઢે તેવા ઓપીનીયન પોલ છે.


Advertisement