એ લાંચ નહી ક્ધસલ્ટીંગ ફી છે: મીશેલ

06 December 2018 12:19 PM
India
  • એ લાંચ નહી ક્ધસલ્ટીંગ ફી છે: મીશેલ

અગષ્ટા-કાંડના આરોપીની પુછપરછ શરૂ : પોતે ‘ડિસ્લેકિસયા’થી પીડાતો હોવાનો દાવો: કટકી કાંડની ચીઠ્ઠી વાંચી શકતો નથી: સ્માર્ટ બનવા પ્રયાસ

Advertisement

નવી દિલ્હી: ભારતી હવાઈદળ માટેના વીવીઆઈપી-અગસ્ટા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર ખરીદીના સોદામાં કટકી મેળવનાર તથા તેનાત ભારતના રાજકીય નેતાઓ અને અધિકારીઓને પણ મોટી રકમ આપી હોવાના આરોપસર પ્રત્યાર્પણ કરીને ભારત લવાયેલા બ્રિટીશ નાગરિક ક્રિશ્ર્ચીયન મિશેલે તેને મળેલી રકમ લાંચ નહી પરંતુ ‘ક્ધસલ્ટીંગ ફી’ હોવાનો દાવો કર્યો છે. કેન્દ્રમાં યુપીએ સમયમાં થયેલા આ કૌભાંડમાં ગઈકાલે અદાલતમાંથી રીમાન્ડ પર મેળવાયા બાદ તેની પુછપરછ શરુ કરવામાં આવી હતી. જેમાં તેણે આ રકમના ‘લાભાર્થી’ અંગે કોઈના નામ આપવાનો પણ ઈન્કાર કર્યો હતો. મિશેલ પોતે ‘ડિસ્લેકિસપા’ થી પીડાતો હોવાનો દાવો કરીને તેના અક્ષરમાં ‘કોડવર્ડ’માં કેટલાકનામો લખાયા હોવા અંગે પત્રમાં તે પોતે લખવા-વાંચવાની મુશ્કેલીથી પીડાતો હોવાનું જણાવીને પુછપરછથી બચવા પ્રયાસ કર્યો હતો.
આ નોંધ ઈટાલીની અદાલતે આ પ્રકરણમાં જે સ્થાનિક અધિકારીઓને દોષીત ગણાવાયા છે તે પુરાવાના ભાગરૂપે હતી. મીશેલે પોતે આ નામ બરાબર વાંચી શકતો નહી હોવાનું પણ જણાવ્યું હતું. આ નોંધ અન્ય એક યુરોપીયન વચેટીયા ગુઈડો હેસ્મેકે તૈયાર કરી હતી. જેમાં મનાય છે કે કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને આ સોદાના મુખ્ય વ્યક્તિ (ડ્રાઈવીંગ ફોર્સ) તરીકે ગણાવ્યા છે અને જણાવ્યું છે કે તેઓ હવે એમઆઈ-8 (હાલના હેલીકોપ્ટર) માં નહી ઉડે.
ઉપરાંત આ કટકીમાં અગસ્ટાના ભારત ખાતેના રીજયોનલ સેલ્સ અધિકારી પીટર હુલેટનું નામ છે અને તેને વડાપ્રધાન મનમોહનસિંઘ તે સમયના સંરક્ષણમંત્રી પ્રણવ મુખરજી અને સોનિયાના રાજકીય સલાહકાર અહમદ પટેલને ટાર્ગેટ કરવા જણાવાયું હતું.
ઉપરાંત બીજી નોંધમાં ‘અંદાજીત ખર્ચ’નું બજેટ અપાયું છે. જેમાં 30 મીલીયન યુરોની કટકીના લાભાર્થીઓના કોડનેમ છે.
સીબીઆઈ અધિકારીઓ મીશેલને સ્માર્ટ અને હોશિયાર ગણાવી રહ્યો છે અને તેણે આ લાંચકાંડમાં તેના યુરોપીયન સાથીને દોષીત ગણાવ્યા છે. આ કાંડમાં હવાઈદળના પુર્વ વડા એમ.પી. ભારત અને અન્ય પણ આરોપી છે.

મીશેલની મદદે બ્રિટીશ સરકાર: કાનૂની મદદ આપશે
નવી દિલ્હી: દુબઈથી પ્રત્યાર્પણ માર્ગે ભારત લઈ આવવામાં આવેલ બ્રિટીશ નાગરીક ક્રિશ્ર્ચીયન માર્શલને બ્રિટન સરકાર કાનૂની સહાય આપશે. મીશેલને કાલે દિલ્હી લવાયો હતો અને તે બાદ દિલ્હી ખાતેના બ્રિટીશ રાજદૂત ભારત સરકારને તાત્કાલીક માહિતી આપવા જણાવ્યું છે જેમાં કયાં સંજોગોમાં તેને ભારત લવાયો તે જણાવવા કહેવાયું છે. ઉપરાંત બ્રિટનમાં મિશેલના કુટુંબીજનોની સાથે પણ બ્રિટીશ દૂતાવાસ સંપર્કમાં છે અને હવે એક બે દિવસમાં મીશેલને મળવા દેવાની માંગણી કરાશે.
મીશેલને હાલ સીબીઆઈ કસ્ટડીમાં રખાયો છે અને બ્રિટીશ સરકાર જરૂર પડે તેને કાનૂની સહાય પણ કરશે.


Advertisement