સોમનાથમાં યાત્રિપથનું ભૂમિપૂજન કરતા અમિત શાહ : ચૂંટણી અંગે બેઠક

06 December 2018 12:16 PM
Veraval Gujarat
  • સોમનાથમાં યાત્રિપથનું ભૂમિપૂજન કરતા અમિત શાહ : ચૂંટણી અંગે બેઠક
  • સોમનાથમાં યાત્રિપથનું ભૂમિપૂજન કરતા અમિત શાહ : ચૂંટણી અંગે બેઠક
  • સોમનાથમાં યાત્રિપથનું ભૂમિપૂજન કરતા અમિત શાહ : ચૂંટણી અંગે બેઠક

દરેક રાજયની ચૂંટણીના પ્રચાર બાદ દાદાને શીશ ઝુકાવવાની ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષની પરંપરા : 4પ કરોડના ખર્ચે 1500ડ7 મીટરની યોજનાનો પ્રારંભ : જીતુભાઇ વાઘાણીની પણ હાજરી : લોકસભા અંગે આગેવાનો સાથે ચર્ચા

Advertisement

વેરાવળ તા.6
ભારત સરકારના ટુરીઝમ મંત્રાલય દ્રારા પ્રસાદ સ્કીમ અંતર્ગત સોમનાથનાં સાનિધ્યમાં વધુ એક આકર્ષણ ઉમેરાશે જેમાં આજે રૂા.45 કરોડના ખર્ચે મંદિરના દક્ષિણ ભાગમાં સાગર કિનારે 1500 મીટર લાંબો અને 7 મીટર પહોળા યાત્રિપથનું નિર્માણ કરવા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ ના હસ્તે આ યાત્રિપથનું ભૂમિપુજન થયેલ છે.
સાગરદર્શનથી શરૂ થઇને ત્રિવેણી સંગમ સુધી નિર્માણ થનાર યાત્રિપથમાં યાત્રીકોને સુંદર બેઠક વ્યવસ્થા સાથે ભક્તિમય સંગીતની સુરાવલીઓનો પણ લાભ લઇ શકશે અને સમૃદ્ર સાથે સોમનાથના સૌદર્યને નિહાળવા આધુનિક લાઈટીંગ વ્યવસ્થા પણ રાખવામાં આવનાર છે. આ યાત્રિપથથી યાત્રાળુઓ માટે સોમનાથ મુલાકાત એક યાદગાર સંભારણુ બની રહેશે અને યાત્રિપથ ધાર્મિક, આર્થિક તેમજ દાર્શનીક અનુભુતિનુ ત્રિવેણી સંગમ સ્થળ બનનાર છે. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ચુનીભાઈ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલોંધરા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પ્રવાસન નિગમના ડિરેકટર ઝવેરીભાઈ ઠકરાર, પુર્વ મંત્રી જશાભાઈ બારડ, બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન નિગમના મેનેજીંગ ડિરેકટર જેનું દિવાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઈ લહેરી સહીતના સહભાગી થયેલ અને આ કાર્યક્રમને સફળ બનાનવવા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા ટ્રસ્ટના કર્મચારીઓ જહેમત ઉઠાવેલ હતી.
ચૂંટણી બેઠક
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઇ કાલે સાંજે પરિવાર સાથે સોમનાથ ખાતે આવી પહોંચતા સ્થાનીક ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવકારેલ હતા જયારે આજે પ્રદેશ અઘ્યક્ષ પણ સોમનાથ ખાતે આવેલ હોય અને સૌરાષ્ટ્ર ભાજપના કાર્યકરો-આગેવાનો સાથે બેઠક કરેલ જેમાં આગામી લોકસભાની ચુંટણી અંગે માર્ગદર્શન આપેલ હોવાનું જાણવા મળેલ છે.
પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અમિત શાહ ગઇ કાલે સાંજે પરીવાર સાથે સોમનાથ ખાતે આવી પહોંચતા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લ્હેરી, જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ચુનીભાઇ ગોહેલ, પૂર્વ રાજયમંત્રી જશાભાઇ બારડ, બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ લખમભાઇ ભેસલા, તુલસીભાઇ ગોહેલ, નગરપાલિકા પ્રમુખ મંજૂલાબેન સુયાણી, માજી ઉપપ્રમુખ ઉદયભાઇ શાહ સહીતના અગ્રણીઓ, કાર્યકર્તાઓ બ્હોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આવકારેલ હતા અને રાત્રી રોકાણ સોમનાથ ખાતે કરેલ અને ગડુ નજીક હોટલમાં રાત્રી ભોજન લીઘેલ હતું. અમીત શાહ સાથે તેમના પત્ની, પુત્ર, પુત્ર વધુ અને પૌત્ર સાથે આવેલ છે આજે સવારે સોમનાથ ચોપાટી ઉપર રૂા.45 કરોડના ખર્ચે નિર્માણધીન સોમનાથ મંદિર સામે સમુદ્ર કિનારે સી-લિંક પાથનું ખાતમુહૂર્ત કરેલ અને આ પહેલા સોમનાથ મહાદેવના દર્શન પૂજા અર્ચના કરેલ હતી.
પ્રદેશ પ્રમુખ
સોમનાથ મહાદેવના શરણે આવેલ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સૌરાષ્ટ્ર ભાજપના કાર્યકરો આગેવાનો સાથે પણ ગુપ્ત બેઠક મળેલ હોય જેમાં અમીત શાહ સોરઠના નેતાઓને આગામી લોકસભાની ચુંટણી અંગે માર્ગદર્શન આપનાર હોવાનું જાણવા મળેલ છે અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સહીતના સોમનાથ આવી પહોંચેલ છે અને ચોપાટી ખાતે ભૂમિ પૂજનના કાર્યક્રમ બાદ સભા સંબોધેલ હતી. હાલ દેશમાં ત્રણ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયેલ છે અને બે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યારે પ્રચાર કાર્ય પૂર્ણ કરી અમીત શાહ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી પહોંચેલ છે ત્યારે અત્રે નોંધનીય છે કે, પ્રત્યેક રાજ્યોના ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા અચૂક પધારે છે.


Advertisement