સલમાન ખાન સતત ત્રીજા વષેૅ સૌથી પૈસાદાર બન્યો

06 December 2018 12:14 PM
Entertainment
  • સલમાન ખાન સતત ત્રીજા વષેૅ સૌથી પૈસાદાર બન્યો
  • સલમાન ખાન સતત ત્રીજા વષેૅ સૌથી પૈસાદાર બન્યો

ફોબ્સૅની ર૦૧૮ની સૌથી પૈસાદાર ૧૦૦ ઈન્ડિયન સેલિબ્રિટીઝના લિસ્ટમાં : ટોપ ફાઈવમાં સ્થાન મેળવનારી પહેલી ઈન્ડિયન મહિલા બની દીપિકા: શાહરુખ ખાન ટોપ ટેનના લિસ્ટમાંથી બહાર

Advertisement

સલમાન ખાન ફરી ઈન્ડિયાનો સૌથી પૈસાદાર સેલિબ્રટી બન્યો છે અને દીપિકા પાદુકોણ ટોપ ફાઈવમાં દાખલ થનારી પહેલી ભારતીય મહિલા બની છે. અા લિસ્ટના ટોપ ટેનમાંથી અા વષેૅ શાહરુખ ખાન બહાર નીકળી ગયો છે, કારણ કે તે અાલિયા ભટ્ટના બારમા ક્રમ બાદ પ૬ કરોડ રૂપિયાના બિઝનેસ સાથે તેરમા ક્રમે છે. અમેરિકન બિઝનેસ મેગેઝિન ‘ફોબ્સૅ’ દ્રારા ર૧૦૮નંંુ ઈન્ડિયાની સૌથી પૈસાદાર સેલિબ્રિટીઝનું લિસ્ટ બનાવવામાં અાવ્યું છે. અા લિસ્ટમાં સલમાન સતત ત્રીજી વાર પહેલા નંબરે છે. અા લિસ્ટને ર૦૧૭ની પહેલી અોકટોબરથી લઈને ર૦૧૮ની ૩૦ સપ્૭ેમ્બરને ઘ્યાનમાં રાખીને બનાવવામાં અાવ્યું છે. અા લિસ્ટમાં ફિલ્મનો બિઝનેસ, પ્રમોશનની કમાણી અને કોઈ પણ ઈવેન્ટમાં હાજરી અાપવાથી લઈને ટીવીરુશો સુધીની તમામ માહિતીનો સમાવેશ કરવામાં અાવે છે. અા અાંકડો તેમની ટીમને ચૂકવવામાં અાવતી રકમ પહેલાંનો છે. ટોપ ૧૦૦ સેલિબ્રટીઝની ટોટલ ઈન્કમ ૩૧૪૦.રપ કરોડ રૂપિયા છે. અા રકમના લગભગ ૮.૦૬ ટકા અેટલે કે રપ૩.રપ કરોડ રૂપિયા સલમાનની કમાણી છે. બીજા ક્રમે રર૮.૦૯ કરોડ રૂપિયા સાથે ક્રિકેટર વિરાટ કોહલી છે. અક્ષયકુમાર ર૦૧૬ અને ર૧૦૭માં ચોથા ક્રમે હતો, જે હવે ૧૮પ કરોડ રૂપિયા સાથે ત્રીજા ક્રમે છે. અા સાથે જ દીપિકા પાદુકોણ ૧૧ર.૮ કરોડ રૂપિયા સાથે ચોથા ક્રમે છે. અા લિસ્ટના ટોપ ફાઈવમાં પહોંચનારી તે પહેલી ભારતીય મહિલા છે. તેની ‘પદ્માવત’ન સફળતા અને અેડવટાૅઈઝમેન્ટને કારણે તે ચોથા ક્રમે અાવી છે. અા લિસ્ટમાં પાંચમા ક્રમે ૧૦૧.૭૭ કરોડ રૂપિયા સાથે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો સમાવેશ થાય છે.

૧૭ સાઉથ ફિલ્મ-ઈન્ડસ્ટ્રીની આટલી સેલિબ્રિટીઝનો સમાવેશ ‘ફોર્બ્સ’ની સૌથી પૈસાદા૨ ૧૦૦ ઈન્ડિયન સેલિબ્રિટીઝના લિસ્ટમાં થયો છે, જ ગયા વર્ષે ૧૩ હતી.

૩૧‘ફોર્બ્સ’ની સૌથી પૈસાદા૨ ૧૦૦ ઈન્ડિયન સેલિબ્રિટીઝના લિસ્ટમાં બોલીવુડની આટલી સેલિબ્રિટીઝ છે, જે ગયા વર્ષે ૩૩ હતી. 


Advertisement