વિરાટ અને સુનિલ છેત્રીના ટવીટને ‘ગોલ્ડન ટવીટ’નો ખિતાબ

06 December 2018 12:06 PM
Sports
  • વિરાટ અને સુનિલ છેત્રીના ટવીટને ‘ગોલ્ડન ટવીટ’નો ખિતાબ

વિરાટે કડવાચોથ અને છેત્રીએ ફુટબોલ મેચ જોવા પ્રેક્ષકોને અપીલ કરી હતી તે સૌથી વધુ લાઈક અને રીટવીટ થયા

Advertisement

નવી દિલ્હી: 2018ના ગોલ્ડન ટવીટ તરીકે ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી અને ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ટવીટને પસંદ કરાયા છે. કડવા ચોથના દિને ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ તેના પત્ની અનુષ્કા શર્માને સંબોધીને ટવીટ કરતા માય લાઈફ- માય યુનિવર્સ- કડવા ચોથ, અનુષ્કા શર્મા, ટવીટ કર્યુ હતું જેને 215000 લાઈક મળ્યા હતા અને તે 2018નું મોસ્ટ લાઈક ટવીટ બન્યું છે તેની સાથે ટીમ ઈન્ડીયા, ફુટબોલના કેપ્ટને તા.2 જૂન 2018ના વર્લ્ડકપમાં કેન્યા સામેના મેચ પુર્વે ટવીટ કરીને ભારતના ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા પ્રેક્ષકોને સ્ટેડીયમમાં મેચ જોવા આપવા અપીલ કરી હતી અને તેની અપીલના પગલે સ્ટેડીયમ હાઉસફુલ થયું. છેત્રીનું ટવીટ હતું. આ કોઈ મોટી નહી પણ એક નાની વિનંતી છે, થોડો સમય આપો, તેનો કહેવાનો અર્થ ક્રિકેટમાં જેમ પ્રેક્ષકો મેચ જોવા ધસારો કરે છે તે રીતે થોડો સમય કાઢી ફુટબોલ મેચ જોવા અને ટીમ ઈન્ડીયાને પ્રોત્સાહીત કરવા આપવા અપીલ કરી હતી. આ ટવીટને પણ સૌથી વધુ પસંદ કરાયું અને રીટવીટ થયું જયારે 2018માં ટવીટર પર ખૂબ જ પ્રભાવશાળી ટવીટ, ચેન્નઈ સુપર કીંગના હેન્ડલ પરની થીમ સોંગ રજુ થયું.


Advertisement