તા.20 થી 23 સુધી હાર્દિક પટેલ અમરેલી જિલ્લો ધમરોળશે

06 December 2018 11:58 AM
Ahmedabad Gujarat
  • તા.20 થી 23 સુધી હાર્દિક પટેલ અમરેલી જિલ્લો ધમરોળશે

પદયાત્રા અને મહિલા સંમેલન : વિપક્ષી નેતા ધાનાણી સાથે ચર્ચા

Advertisement

અમરેલી તા.6
પાટીદાર અનામત આંદોલનને વધુ વેગવંતુ કરવા માટે ધોરાજીખાતે ભભપાસભભના ક્ધવીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની અઘ્યક્ષતામાં પાસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી. જેમાં આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા હતા.
જે અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કાલે ગાંધીનગર ખાતે બપોરે 1 વાગ્યે વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણીના ઘરે જઈને અનામત આંદોલન મુદે જવાબ મંગાશે અને ખુલ્લી ચર્ચા કરવામાં આવશે. હાર્દિક પટેલે વધુમાં કહૃાું કે, તા. ર0 થી રર સુધી ત્રણ દિવસ માટે અમરેલી જીલ્લામાં પાટીદાર અનામત આંદોલન માટે પદયાત્રા કરાશે અને તા. ર3નાં રોજ અમરેલીમાં ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.


Advertisement