સ્કુલબેગના વજનના કાયદામાં શાળાઓનો નવો નૂસ્ખો: પુસ્તકોના ‘કટકા’ કરાવવા લાગ્યા

06 December 2018 11:57 AM
India
  • સ્કુલબેગના વજનના કાયદામાં શાળાઓનો નવો નૂસ્ખો: પુસ્તકોના ‘કટકા’ કરાવવા લાગ્યા

એક પુસ્તકને ત્રણ ભાગમાં વિભાજીત કરીને બેગનું વજન ઘટાડવાનો ખેલ: સ્કુલ સંચાલકોની અરજી હાઈકોર્ટે ફગાવી

Advertisement

નવીદિલ્હી તા.6
શાળાના વિદ્યાર્થીઓ માટે સરકારે ધોરણ મુજબ સ્કૂલબેગનું વજન નકકી કર્યુ છે. સરકારના આ કાયદામાં સ્કૂલોએ છટકબારી શોધી કાઢી છે. એક પાઠય પુસ્તકના ત્રણ અથવા અનુકુળતા મુજબના કટકા કરી બાળકોને શાળાએ લાવવાની તાકિદ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી છે. આમ ભણતરનો ભાર કેવી રીતે ઓછો થાય તે મોટો પ્રશ્ર્ન છે.
શાળામાં અભ્યાસ કરતા ભુલકાઓના દફતરનું વજન હળવા કરવા અંગે દિલ્હી સરકારે આપેલા આદેશ ઉપર રોક લગાવવાનો ઈન્કાર અદાલતે કર્યો છે. બાળકોના સ્કુલ બેગના વજન મામલે થયેલી અરજી અદાલતે ફગાવી છે. ગત તા.29ના રોજ દિલ્હીના શિક્ષણ વિભાગે તમામ ખાનગી શાળાઓને છાત્રોના સ્કુલ બેગનું વજન હળવું કરવાનો આદેશ આપ્યો હતો. બાળકોના સ્વાસ્થ્ય ઉપર થતા ગંભિર અસરને ધ્યાને રાખી આ આદેશ અપાયો હતો. ધો.1 અને 2 માટે સ્કુલ બેગનું વજન 1.5 કિલો, ધોરણ ત્રણથી પાંચ માટે 2થી ત્રણ કિલો, ધો.6થી 7 માટે 4 કિલો ધો.8 અને 9 માટે 4.5 કિલો તેમજ ધો.10 માટે વજન પાંચ કિલોથી વધારે ન હોય તેવો આદેશ સરકારે આપ્યો હતો. આ આદેશ સામે ફેડરેશન ઓફ એજયુકેશનલ પબ્લીસર્સના હાઈકોર્ટમાં ગયુ હતું. અને સરકારના આદેશ ઉપર સ્ટે મુકવા માંગ કરી હતી. સરકાર વતી આ અરજી સામે વિરોધ કરાયો હતો. શાળાના બાળકોના પાઠય પુસ્તકોનું વજન પ્રકાશકો-વેંડર કેવી રીતે નકકી કરી શકે? અભ્યાસક્રમ નકકી કરવાનો હકક સરકારને છે. તેવી દલીલ કરવામાં આવી હતી.
આ કેસમાં હાઈકોર્ટ શિક્ષણ વિભાગને નોટીસ આપી જવાબ માંગ્યો છે. શાળાના બાળકોના અભ્યાસક્રમ અને હોમવર્ક એવી રીતે નકકી થાય જેનાથી દફતરનું વજન વધે નહીં તેવી તાકિદ પણ કરી છે.


Advertisement