હાશ: સ્કુલબેગ હળવી કરવા શાળાઓ સળવળી!

06 December 2018 11:54 AM
Ahmedabad Gujarat
  • હાશ: સ્કુલબેગ હળવી કરવા શાળાઓ સળવળી!
  • હાશ: સ્કુલબેગ હળવી કરવા શાળાઓ સળવળી!

વજન ઘટાડવા વાલીઓનો સહકાર પણ માંગ્યો: પુસ્તકોના ભારણ અંગે સામુહિક સ્પષ્ટતાની જરૂર..

Advertisement

રાજકોટ તા.6
ભાર વગરનું ભણતર બનાવવા માટે કેન્દ્ર અને રાજય સરકારે છેડેલા અભિયાનમાં હવે વિદ્યાર્થીઓના દફતર (સ્કૂલ બેગ્ઝ)નો વજન પણ ધોરણવાઈઝ નિયત કરી દેવાયા બાદ શાળાઓ દ્વારા રાજય સરકારના શિક્ષણ વિભાગની સૂચનાના પગલે બે દિવસથી તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે શાળાઓ દ્વારા નોટીસ બોર્ડ પર સૂચનાઓ મૂકી વિદ્યાર્થીઓને નિયત કરાયેલા વજન મુજબ જ પાઠય પુસ્તકો સાથેના દફતર લાવવા માટે તાકીદ કરવામાં આવી રહી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે કેટલીક શાળાઓ દ્વારા અભ્યાસક્રમ સિવાયના બહારના અન્ય પ્રકાશનોના પુસ્તકો સાથે લાવવાનો વિદ્યાર્થીઓ પાસે આગ્રહ રખાતો હોય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના દફતરનું વજન હવે નિયત કરાતા વિદ્યાર્થીઓના માથેથી ભાર હવે હળવો થશે. જો કે રાજકોટમાં હજૂ માત્ર આંગળીના વેઢે ગણાય તેટલી શાળાઓ દ્વારા જ સરકારના આ પરિપત્રનો હજૂ અમલ શરૂ કર્યો છે. મોટાભાગની શાળાઓ પરિપત્રનો અમલ કરવામાંથી હજૂ બાકાત છે.


Advertisement