પેપર લીક કાંડનો સૂત્રધાર યશપાલ ઝડપાયો: નવા ધડાકા થશે

06 December 2018 11:51 AM
Ahmedabad Gujarat
  • પેપર લીક કાંડનો સૂત્રધાર યશપાલ ઝડપાયો: નવા ધડાકા થશે

મહિસાગર જીલ્લાના વિરપુર નજીકથી ઝડપી લેવાયો: ઘનિષ્ટ પુછપરછ શરુ: દિલ્હી કનેકશન ખુલશે

Advertisement

રાજકોટ તા.6
ગુજરાતભરનાં ખળભળાટ સર્જનાર અને ભાજપ સરકારને ભીંસમાં મુકનાર લોકરક્ષકદળના પેપરલીક કૌભાંડનો સૂત્રધાર ગણાતો યશપાલ સોલંકી આખરે ઝડપાઈ ગયો છે. મહીસાગર નજીકથી તેને પકડી લેવામાં આવ્યો હતો. હવે આખા પ્રકરણમાં નવા ધડાકા થવાની અટકળો વ્યક્ત થવા લાગી છે.
રાજયમાં લોકરક્ષકદળમાં 9000થી વધુ જગ્યાઓ માટે ગત રવિવારે પરીક્ષા રાખવામાં આવી હતી. રાજયભરના પરીક્ષા કેન્દ્રોમાં અંદાજીત 9 લાખ ઉમેદવારો ઉમટયા હતા. પરંતુ પરીક્ષા શરુ થયા પુર્વે જ પેપરલીક થઈ ગયુ હતું. પરિણામે છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત થઈ હતી. ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. રાજય સરકાર પણ ભીંસમાં આવી ગઈ હતી. જવાબદારોને પકડવા વિવિધ એજન્સીઓને કામે લગાડવામાં આવી હતી અને પ્રથમ તબકકે ભાજપના અગ્રણીઓ, એક ફોજદાર સહીત પાંચના નામ ખુલ્યા હતા. વડોદરા કોર્પોરેશનનો કર્મચારી યશપાલસિંહ સોલંકી કૌભાંડનો સૂત્રધાર ગણાવાયો હતો. જો કે, તે ફરાર થઈ ગયો હતો.
પોલીસના સૂત્રોએ એમ કહ્યું છે કે મહિસાગર જીલ્લાના વિરપુર નજીકના યશપાલ સોલંકીને મોડીરાત્રે ઝડપી લેવામાં આવ્યો હતો. યશપાલે જ પેપર મનહર પટેલને આપ્યું હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું અને ત્યારબાદ પીએસઆઈ પટેલ, રૂપલ શર્મા, મુકેશ ચૌધરી વગેરેને મળ્યું હતું. ચાર દિ’થી ફરાર યશપાલને પકડવા પોલીસે જાળ બીછાવી હતી. છેવટે તે ઝડપાઈ જતા સમગ્ર કૌભાંડમાં હવે નવા-નવા ખુલાસા થવાની અટકળો વ્યક્ત થવા લાગી છે. મોબાઈલ લોકેશનના આધારે પોલીસ યશપાલ સુધી પહોંચી શકી હતી.
દરમ્યાન પેપરલીંક કૌભાંડની દિલ્હીની લીંક મળી ગઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે અને સમગ્ર કૌભાંડનું કનેકશન કોચીંગ કલમ સુધી નીકળ્યું છે.
પોલીસના એક સીનીયર અધિકારીએ કહ્યું કે દિલ્હી-ગુજરાત વચ્ચેની લીંક નિલેશ પટેલ છે જે કોચીંગ કલાસનો માલીક છે. દક્ષિણ ભારતના પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયુ હતું જે નિલેશના સંપર્કમાં હતો. નિલેશે પેપરના બદલામાં સાત-સાત લાખ લીધા હતા. તમામને 29મીએ નાના ચિલોડા બોલાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

પ૨ીક્ષામાં ફ૨જ બજાવના૨ા કર્મચા૨ીઓને વેતન ભથ્થા ચુક્વાશે
પેપ૨લીક કૌભાંડને પગલે લોક૨ક્ષ્ાક દળની પ૨ીક્ષા ઘડીએ ૨દ ક૨ી નાખવામાં આવી હોવા છતાં તેમાં ફ૨જ બજાવના૨ા કર્મચા૨ીઓને નિર્ધા૨ીત વેતન ભથ્થા ચુક્વવાનો સ૨કા૨ે નિર્ણય લીધો છે. અમદાવાદ-ગાંધીનગ૨ જિલ્લામાં પ૨ીક્ષા કેન્દ્ર પ૨ ફ૨જ બજાવના૨ા કર્મચા૨ીઓને અંદાજીત ૯ લાખના ચુક્વણા ક૨વામાં આવશે. ૨ાજયના અન્ય જિલ્લા તંત્રો પાસેથી પણ કર્મીઓને ચુક્વવાના નાણાના ૨ીપોર્ટ મંગાવવામાં આવ્યા છે. પ૨ીક્ષા ૨દ થઈ હોવા છતાં કર્મચા૨ીઓ ફ૨જ પ૨ આવ્યા હતા એટલે વેતન ભથ્થા ચુક્વવા પડે તેવો નિર્ણય સ૨કા૨ે લીધો છે.


Advertisement