સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારો યથાવત

05 December 2018 05:30 PM
kutch Gujarat Saurashtra

રાજકોટમાં 16.પ, ભૂજમાં 16.7, નલીયામાં 12 અને અમરેલીમાં 16.7 ડિગ્રી

Advertisement

રાજકોટ તા.5
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ પણ તિવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. આજરોજ સવારે 8:30 કલાકે રાજકોટ શહેરનું તાપમાન 20.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16.પ ડિગ્રી નોંધાવા પામ્યું હતું. તેમજ સવારે હવામાં ભેજ 65 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ પ કિ.મી. રહેવા પામી હતી.
આ ઉપરાંત બપોરે 2:30 કલાકે તાપમાન 30.8 ડિગ્રી અને હવામાં ભેજ 24 ટકા રહ્યો હતો. તેમજ પવનની ઝડપ 4 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
જયારે આજે સવારે ભૂજ ખાતે 16.7 નલીયામાં 12, ડીસામાં 14.8, અમરેલીમાં 16.7, તથા ભાવનગરમાં 17.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું હતું.


Advertisement