બીલાઈન બ્રોકીંગ હવે ગોલ-બેઈઝડ ફાઈનાન્સીયલ પ્લાનીંગ ક્ષેત્રમાં દાખલ

05 December 2018 05:29 PM
Gujarat

અમદાવાદ સ્થિત બ્રોકીંગ હાઉસની નવી સુવિધા

Advertisement

અમદાવાદ: અમદાવાદ સ્થિત બિલાઈન બ્રોકીંગે ફાઈનાન્સીયલ પ્લાનીંગ શરુ કર્યું છે. કંપની અન્ય ફાઈનાન્સીયલ પ્લાનર્સથી અલગ રીતે ગ્રાહકોને તેમના ગોલ આધારીત ફાઈનાન્સીયલ પ્લાનીંગનો મુખ્ય ઉદેશ્ય ધરાવે છે. આ માટે જ તેણે અમદાવાદ સ્થિત અનુભવી અને સીનીયર સર્ટીફાઈડ ફાઈનાન્સીયલ પ્લાનર (સીએફપી) શિતલ પરીખ સાથે જોડાણ કર્યું છે. આ અંગે વધુ માહિતી આપતાં બિલાઈન બ્રોકીંગના ડીરેકટર વનેશ પંચાલ જણાવે છેકે અમે સંપૂર્ણપણે એડવાઈઝરીનું કામ કરવા માંગીએ છીએ. ‘અમારો હેતુ ગ્રાહકોને તેમના લોંગ-ટર્મ ગોલ્સ હાંસલ કરાવવામાં સહાયરૂપ થવાનો છે. ગ્રાહકના લક્ષ્યને આધારે અમે તેમને સોલ્યુશન્સ આપીશું. અમારો મુખ્ય હેતુ પ્રોડકટસ સેલીંગનો નથી.’ બિલાઈન માત્ર સિંગલ ટાઈમ ફાઈનાન્સીયલ પ્લાનીંગથી એક પગલું આગળ વધીને ગ્રાહકને દર ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે ‘ફાઈનાન્સીયલ પ્લાનીંગ ચેક-અપ’ પણ પુરું પાડશે. પંચાલના મતે અમે ગ્રાહકને સતત પર્ફોર્મન્સ એનાલીસીસ પુરુ પાડીશું જેથી ગ્રાહક તેના લાંબાગાળાના નિર્ધારિત લક્ષ્યથી ફંટાઈ ન જાય. તેમજ બદલાયેલી પરિસ્થિતિમાં અગાઉ કરેલા પ્લાનીંગમાં કરેલા કોઈ કરેકશનની જરૂર જણાય તો તે પણ અમે ગ્રાહકની મંજુરી સાથે કરી આપીશું એમ પંચાલ ઉમેરે છે. બિલાઈન બ્રોકીંગ છેલ્લા ચાર કરતાં વધુ વર્ષાથી ઈકિવટી બ્રોકીંગ અને મર્ચન્ટ બેંકીંગ બીઝનેસમાં સક્રીય છે. હાલમાં તે મુખ્યત્વે ગુજરાતમાં જ હાજરી ધરાવે છે અને 7000થી વધુ ગ્રાહકો ધરાવે છે. કંપનીએ એસએમઈ પ્લેટફોર્મ પર 32 જેટલા આઈપીઓનું લિસ્ટીંગ કરાવ્યું છે અને એ રીતે તે ગુજરાત સ્થિત સૌથી મોટી મર્ચન્ટ બેંકીંગ કંપની છે.


Advertisement