સ્ટેચ્યુ અોફ યુનિટીની લિફટ સતત ત્રીજા દિવસે બંધ

05 December 2018 04:43 PM
Rajkot Gujarat
  • સ્ટેચ્યુ અોફ યુનિટીની લિફટ સતત ત્રીજા દિવસે બંધ

Advertisement

રાજકોટ તા. પ નમૅદા ખાતે સ્ટેચ્યુ અોફ યુનીટિ નિહાળવા દરરોજ હજારોની સંખયામાં પ્રવાસીઅો ઉમટી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી લિફટ ચાલુરુબંધ થતા મુસાફરો પરેશાનીમાં મુકાયા હતા. સ્ટેચ્યુ અોફ યુનીટિ લિફટ અાજે સતત ત્રીજા દિવસે બંધ થતા પાંચ હજાર જેટલા પ્રવાસીઅો નિરાશ થયા હતા. લિફટ બંધ થતા તંત્ર દ્રારા મંુંબઈની લિફટ અોરપેરીગ કંપનીને બોલાવી સમારકામ રીપેરીગ કરવા તજવીજ હાથ ધરવામાં અાવી રહી હોવાનુ જાણવા મળેલ છે. બીજી તરફ લિફટ બંધ થયાનાં પગલે સીઈઅો અને જિલ્લા કલેકટર સ્ટેચ્યુ અોફ યુનીટી દોડી અાવ્યા હતા. અને બંધ લીફટ પુન: શરૂ થાય અને પ્રવાસીઅોને મુશ્કેલી ન પડે તે માટે સુચનાઅો અાપી હતી.


Advertisement