મુંદ્રા ભાજપના બે અગ્રણીએ આબરૂ કાઢી!

05 December 2018 03:23 PM
kutch

બાડમેરની હોટલમાં મારામારી બાદ ‘ભાઇચારા’ જેવો ખુલાસો કર્યો

Advertisement

ભૂજ તા.પ
રાજસ્થાનના બાડમેરમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચારમાં ગયેલાં કચ્છના મુંદરા ભાજપના બે હોદ્દેદારો ગત રાત્રે એક હોટેલમાં ગાળાગાળી સાથે મારામારી પર ઉતરી આવતાં કચ્છ ભાજપની આબરૂનું વધુ એકવાર ધોવાણ થયું છે.
મુંદરા તાલુકાના ભાજપ પ્રમુખ વાલજી ટાપરીયા અને મુંદરા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ ખેંગાર ગઢવી વચ્ચે થયેલી હાથાપાઈની વિડિયો ક્લિપ વોટસએપ સહિતના સોશિયલ મિડીયા પર વાયરલ થતાં ચકચાર ફેલાઈ છે.
વાઇરલ થયેલી આ વિડિઓ ક્લિપમાં વાલજીભાઈ અને ખેંગારભાઈ પરસ્પર બાથંબાથી પર ઉતરી આવેલાં નજરે ચઢે છે. એક જણ દ્વારા અભદ્ર ગાળો પણ બોલાય છે. ગત રાત્રે બનેલા આ બનાવનું ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલ ફોનમાં શૂટીંગ કરી લઈ વોટસએપ પર વાયરલ કરી દેતાં ભાજપને નીચા જોણું થયું છે. બંને આગેવાનોએ દારૂના નશામાં હાથાપાઈ કરી હોવાનું કેટલાક લોકોએ દાવો કર્યો હતો.
દરમિયાન, વિડિયો ક્લિપ વાયરલ થયા બાદ વાલજીભાઈનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ફ ઈરાદાપૂર્વક એડિટીંગ કરી વિડિયો ક્લિપ વાયરલ કરી છે અને તેઓએ દારૂ પીધો જ નહોતો અને ભોજન બાદ હિસાબ-કિતાબ મુદ્દે અમારા વચ્ચે સામાન્ય ગરમાગરમી થઈ હતી. અમે બંને ભાજપના કાર્યકર સાથે એકમેકના સંબંધી પણ છીએ. જો કે, વિરોધીઓ વાતને બઢાવી-ચઢાવીને રજૂ કરી રહ્યાં છે.


Advertisement