અાખરે રાહુલ ગાંધીથી ભગો થઈ જ ગયો: કુંભારામ યોજનાને ભરી સભામાં કરી કંુંભકણૅ યોજના

05 December 2018 02:28 PM
India Politics
  • અાખરે રાહુલ ગાંધીથી ભગો થઈ જ ગયો: કુંભારામ યોજનાને ભરી સભામાં કરી કંુંભકણૅ યોજના

રાજસ્થાનની રેલીમાં જીભ લપસી: સોશ્યિલ મીડિયા, ભાજપઅે ઉડાવી મજાક

Advertisement

મંુઝતુ તા. પ કોંગે્રસ અઘ્યક્ષ રાહુલ ગાંધીના બફાટના કારણે સોશ્યિલ મીડિયામાં તેમની ભારે મજાક éડાવાઈ રહી છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન અેક સભાને સંબોધતાં તેમની જીભ લપસી પડી હતી. તેમણે કુંભારામ લિફટ પરિયોજનાને ભૂલથી કુંભકરણ લિસ્ટ પરિયોજના ગણાવી હતી. જાેકે તેમણે પોતાની ભૂલ તરત સુધારી લીધી હતી, પણ જે નુકશાન થવાનું હતું તે થઈ ચૂકયું હતું. તેમના નિવેદનની સોશ્યિલ મીડીયામાં તેમની અને તેમના પક્ષની મજાક થઈ રહી છે. ઝુંઝુનુમાં રેલીને સંબોધતાં જણાવ્યું હતું, હું અહી કેટલાક સ્થાનિક મુણ્યોની વાત કરવા માંગુ છું. અશોક ગેરલોતજીઅે અહી કુંભકરણ લિસ્ટ યોજના શરૂ કરી હતી. રાહુલે અેટલું બોલ્યા ત્યા મંચ પર બેઠેલા કોંગે્રસના નેતાઅોઅે તેમને ટોકયા હતા. અેથી રાહુલે ભૂલ સુધારી જણાવ્યું કુંભારામ લિસ્ટ યોજના. ઉલ્લેખનીય છે કે ચૌધરી કુંભારામ રાજસ્થાનના સ્વાતંય સેનાની, જાટ નેતા, સાંસદ અને લોકપ્રિય ખેડૂત નેતા હતા. રાહુલ ગાંધીના છબરડાને ભાજપે ઝડપી લીધો હતો. રેલવે પ્રધાન પિયુષ ગોયલે તેમને ઘેરતાં જણાવ્યું હતું કે કુુંભકણૅ લિસ્ટ યોજના? કુંભકણૅ તો માત્ર છ મહિના સૂતો રહેતો હતો. કોંગે્રસ ૬૦ વષૅ સૂતી રહી અને દેશને વિકાસથી વંચિત રાખ્યો હતો.


Advertisement