નવાઝુદીન સીદીકી સાથે કામ કરવું મારા માટે ખૂબ મોટી વાત છે : સાન્યા મલ્હોત્રા

05 December 2018 02:12 PM
Entertainment
  • નવાઝુદીન સીદીકી સાથે કામ કરવું મારા માટે ખૂબ મોટી વાત છે : સાન્યા મલ્હોત્રા

Advertisement

સાન્યા મલ્હોત્રા તેની અાગામી ફિલ્મ 'ફોટોગ્રાફ'માં નવાઝુદીન સીદીકી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે. નવાઝુદીન સાથે કામ કરવું સાન્યા માટે ખૂબ જ મોટી વાત છે. 'ધ લંચ બોકસ'ના ડિરેકટર રિતેશ બત્રા અા ફિલમના ડિરેકટર અને લેખક છે. અા ફિલ્મને થિયેટરમાં નહી, પરંતુ વિડીયો સ્ટ્રીમીંગ સવિૅસ અેમેઝોન પ્રાઈમ દ્વારા લોન્ચ કરવામાં અાવશે. અા ફિલ્મ વિશે વધુ જણાવતાં સાન્યાઅે કહયું હતું કે મેં દંગલ પૂરી થયા બાદ તરત જ 'ફોટોગ્રાફ'નું શુટીંગ શરૂ કયુૅ હતું.અેથી અે મારા માટે ખુબ સ્પેશ્યલ ફિલ્મ છે. જોકે 'દંગલ' બાદ મારી બીજી ફિલ્મ વિશાલ ભારદ્વાજ સાથેની 'પટાખા' રિલીઝ થઈ હતી. રિતેશ બત્રા અને નવાઝ સર સાથે કામ કરવાનો મારો અનુભવ ઘણો સારો રહ્યો છે. નવાઝ સર મારા ફેવરીટ હોવાથી તેમની સાથે કામ કરવું મારા માટે ખૂબ જ મોટી વાત છે. તેઅો જયારે પણ સેટ પર અાવતા પોતાની સ્ટાર હોવાની ઈમેજને ઘરે મુકીને અાવતા હતા. તેઅો નવાઝુદીન તરીકે નહી, પરંતુ પોતાના માત્ર તરીકે સેટ પર દેખાતા હતા. હું તેમની પાસેથી ઘણું શીખી છું.


Advertisement