અાઈપીઅેલ ર૦૧૯માં નવા નામથી અોળખાશે દિલ્હી ડેરડેવીલ્સની ટીમ

05 December 2018 01:58 PM
Sports
  • અાઈપીઅેલ ર૦૧૯માં નવા નામથી અોળખાશે દિલ્હી ડેરડેવીલ્સની ટીમ

ટીમના નવા સંચાલકોઅે લોગો સહિતના બદલાવ કયાૅ

Advertisement

નવી દિલ્હી તા. પ હાઈપ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમીયર લીગ (અાઈપીઅેલ)ની ટીમ દિલ્હી ડેરડેવીલ્સ હવેથી દિલ્હી કેપિટલ્સના નામથી અોળખાશે. ટીમનો પ૦ ટકા હિસ્સો ખરીદનાર જેઅેસડબલ્યુ સ્પોટૅસના સંચાલકોઅે ટીમનુ નામ બદલવાનો અાગ્રહ રાખ્યો હોવાનું જાણવા મળે છે. દિલ્હી ડેરડેવીલ્સ અાઈપીઅેલની અેકપણ સિઝનમાં વિજેતા બની શકી નહોતી. ટીમમા અનેક ફેરફારો કરાયા છતા પ્રદશૅનમાં નોંધપાત્ર સુધારો થયો નહોતો. હવે ૧રમી સિઝનમાં અાઈપીઅેલમાં વિજેતા બનવા પ્રયાસો થયા છે. નામ બદલવાની સાથે ટીમનો લોગો બદલવાનો નિણૅય પણ લેવાયો છે. દિલ્હી કેપિટલ્સના નવા લોગોમાં ત્રણ વાઘ જાેવા મળી રહ્યા છે. જુના લોગોમાં ઘરખમ ફેરફાર કરાયો છે. ઉપરાંત ટીમના ખેલાડીમાં પણ બદલાવ થવા જઈ રહ્યો છે. દિલ્લી કેપિટલ્સે ગૌતમ ગંભીરને રિલીજ કયાૅ છે. ટીમના સંચાલકોમાં થયેલા ફેરફારની અસર ટીમના નામ, લોગો અને ખેલાડીઅો ઉપર જાેવા મળશે. દિલ્હી ડેરડેવીલ્સના મૂળ સંચાલક જીઅેમઅારના કિરણકુમાર હવે બે વષૅ માટે બેક સીટ ઉપર રહેશે. સંચાલન નવા માલીક પાથૅ જીંદાલ કરશે.


Advertisement