ફેમિલી શરમજનક સ્થિતિમાં મુકાય અેવું કામ નથી કરવું પ્રિતિ ઝિન્ટાને

05 December 2018 01:21 PM
Entertainment
  • ફેમિલી શરમજનક સ્થિતિમાં મુકાય અેવું કામ નથી કરવું પ્રિતિ ઝિન્ટાને

Advertisement

પ્રિતિ ઝીન્ટાને અેવું અેક કામ નથી કરવું જેનાથી તેના પરિવારને શરમમાં મુકાયું પડે. 'ચોરી ચોરી ચુપકે ચુપકે'ને પોતાની ડેરીંગ ફિલ્મ જણાવતા પ્રીતિઅે કહયું હતું કે 'મારી સૌથી ડેરીંગવાળી :િલ્મ 'ચોરી ચોરી ચુપકે ચુપકે' હતી જેમાં મે મધુબાલાનું પાત્ર ભજવ્યું હતું. અે ફિલ્મમાં હું સેન્સર બોડૅના હેડ સલમાન ખાન સાથે કામ કરી રહી હતી. (સલમાનની ફિલ્મો ફેમીલી અેન્ટરટેઈનર હોવાથી તેણે સેન્સર બોડૅના હેડ કહ્યું હતું) તેણે મને અે વાતની પણ ખાતરી અાપી હતી કે જો કોઈ ડાયલોગ્સ કે કોસ્ચ્યુમ્સ મને પસંદ નહી પડે તો અેને બદલી કાઢવામાં અાવશે. સલમાનની વિચારધારા સારી છે, પરંતુ જુનીપુરાણી છે. તેણે અે વાતનું પણ ખાસ ઘ્યાન રાખ્યું હતું કે ફિલ્મમાં શાલીનતા હોવી જોઈઅે જેથી વડીલો પણ ફિલ્મ જોઈ શકે. મેં પણ મારા જીવનમાં અમુક નિયમો ઘડી રાખ્યા છે. હું અેવું કોઈ પણ કામ નહી કરંુ જેનાથી મારા પરિવાર અને મારા અાવનારાં બાળકોને શરમાવું પડે. પ્રીતિ ઝિન્ટા કયારેય કોઈ પણ ફિલ્મને ના કહેવામાં અચકાઈ નથી. અા વિશે વધુ જણાવતાં પ્રીતિઅે કહયું હતું કે 'હુ પ્રામાણિક છું. મને જો કોઈ સ્ક્રીપ્ટ પસંદ ન પડે અથવા કોઈ પાત્રમાં હું પોતાને બંધબેસતી ન જોઈ શકું અેમ હોઉં તો હું સીધી ના કહી દઉં છું. તમે જયારે કોઈ વસ્તુ માટે ના કહો છો ત્યારે તમારી પાસે ઘણા સારા વિકલ્પો અાવે છે. અેથી જીવનમાં 'ના' શબ્દ ખૂબ મહત્વ ધરાવે છે. તમારી પાસે જયારે કોઈને ના કહેવાનો પયાૅય હોય છે ત્યારે તમારી લાઈફ પણ ગ્રેટ બની જાય છે. અા અેક વસ્તુ છે જે લાઈફમાં હું ઘણી મહેનતથી શીખી છું. અાજે હું જે વસ્તુઅો કરવા માંગુ છુ અે મારી પોતાની ચોઈસને કારણે જ શકય બન્યું છે.


Advertisement