અાવતીકાલથી અેડીલેડમાં ભારત અોસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટની શરૂઅાત

05 December 2018 01:12 PM
Sports
  • અાવતીકાલથી અેડીલેડમાં ભારત અોસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટની શરૂઅાત

Advertisement

વિરાટ કોહલીનાં સફળ નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ર૦૧૮માં શાનદાર દેખાવ કયોૅ છે, હવે જયારે અાવતીકાલે ભારત અને અોસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી પૈકીની અેડીબેડ ખાતે પ્રથમ ટેસ્ટનો શુભારંભ થવા જઈ રહયો છે, ત્યારે વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટથી જ વિજય મેળવવા ઉત્સુક છે. ગત શ્રેણીમાં પણ વિરાટનો દેખાવ સારો રહ્યો હતો. અેક સુકાની તરીકે પ્રથમ ટેસ્ટના બંને દાવમાં સદીઅો ફટકારીને તેણે અેક ક્ષણે તો અોસ્ટ્રેલિયાને ચેતવી દીધુ હતું પરંતુ શરૂઅાતની બંને ટેસ્ટ મેચો ગુમાવ્યા બાદ ભારત છેલ્લી બે ટેસ્ટ મેચો ડ્રો કરવામાં સફળ થયું હતું. જોકે ભારતીય ટીમનો અોસ્ટ્રેલિયા ધરતી પરનો દેખાવ મિશ્ર પ્રકારનો રહયો હોવા છતાં અાજ સુધી ભારત તેની ધરતી પર અેકપણ શ્રેણી જીતવામાં કામયાબ નિવડી નથી અાજ સુધી ભારતને અોસિઝ ધરતી પર કુલ ૧૧ ટેસ્ટ શ્રેણીઅો રમી છે. તેમાંથી ભારતે ૩ ટેસ્ટ શ્રેણી માત્ર ડ્રો કરી છે અને ૮ શ્રેણીઅો અોસિઝે જીતવામાં સફળ પ્રાપ્ત કરી છે. છેલ્લે ર૦૧૪રુ૧પમાં ભારતે જ ટેસ્ટ રમીને ર ટેસ્ટ ડ્રો કરી છે. જોકે શ્રેણી રરુ૦થી ભારતે ગુમાવી હતી. ભારતે અોસ્ટે્રલિયામાં ૪૪ ટેસ્ટ રમીને ર૮માં પરાજય અને ફકત પાંચ ટેસ્ટ જીતી છે. ૧૧ ટેસ્ટ ડ્રો થઈ છે. અોસ્ટ્રેલિયામાં રમાયેલી છેલ્લી ૩ શ્રેણી ભારતે ગુમાવી છે. ૦૭રુ૦૮ની શ્રેણી રરુ૧ થી ૧૧રુ૧રની શ્રેણી પ-૦ થી અને ૧૪-૧પની શ્રેણી ર-૦થી ગુમાવી છે. અા વખતે ભારતીય ટીમ પુરા ફોમૅમાં હોવાથી ભારત માટે શ્રેણી જીતવી અાસાન બની જશે. જોકે સ્મીથ અને વોનૅરની ગેરહાજરીનો ભારતે પુરેપુરો લાભ ઉઠાવીને અોસિઝ ટીમને પ્રેસરમાં મુકવાનું કામ કરવાનું છે. રવિન્દ્ર જાડેજા, અાર.અશ્ર્િવન ભુવનેશ્ર્વરકુમારે પોતાની જવાબદારી પૂરેપુરી ઉઠાવવાની છે, જયારે લાંબી ઈનિંગ્ઝો માટે વિરાટ કોહલી, રોહિત શમાૅ, ચેતેશ્ર્વર પુજારા તૈયાર છે જ. જોકે અોસિઝ ટીમ ઘરઅાંગણે પડકાર ઝાલવા પુરેપુરી સજજ હોવાથી મુકાબલો રોમાંચક બની જશે.

 


Advertisement