ગોંડલ નજીક જામવાડી જીઆઇડીસીમાં હડકાયા શ્ર્વાને પાંચ વ્યકિતને બચકા ભરી લીધા

05 December 2018 11:54 AM
Gondal

ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ : લોકોમાં ભયનો માહોલ

Advertisement

ગોંડલ તા.પ
ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં એક હડકાયા શ્વાન એ પાંચ લોકોને બચકા ભરી લેતા ભયનો માહોલ ફેલાવા પામ્યો હતો ઘાયલ લોકોને તાકીદે સરકારી દવાખાને ખસેડાયા હતા અને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જામવાળી જીઆઇડીસી પાસે સવારના ડાયાભાઈ જીવાભાઈ ઉ. વ. 37, ગોવિંદભાઇ ઉકાભાઇ ઉ. વ. 18, જીગ્નેશ સુરેશભાઈ ઉ. વ. 27, કમલેશ બાવલીયા ઉં. વ. 10 તેમજ વાલજીભાઈ નાગજીભાઈ ઉં. વ. 40 ને એક હડકાયા શ્વાન એ બચકા ભરી લેતા ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા બાદમાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડાયા હતા. શ્વાન બચકા ભરવા અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે હડકાયા શ્વાનને પકડવા માટે પાલિકા તંત્ર પાસે કોઈ અનુભવી ટીમ નથી અને સાધનો પણ નથી જો તંત્રને ઘટનાની જાણ થાય તો કર્મચારીઓ સ્થળ પર દોડી જાય છે હડકાયા શ્વાનને રહેણાંક વિસ્તાર થી દૂર ભગાડી ભયનો માહોલ દૂર કરે છે અલબત કુદરતના ઘટના ક્રમ મુજબ હડકાયા શ્વાન આયુષ્ય ટૂંકું હોવાનું અંતમાં જણાવ્યું હતું.


Advertisement