સ્ટેચ્યુ અોફ યુનિટી ટોચના પ્રવાસન સ્થળમાં સામેલ

05 December 2018 11:27 AM
Gujarat
  • સ્ટેચ્યુ અોફ યુનિટી ટોચના પ્રવાસન સ્થળમાં સામેલ

દરરોજ સરેરાશ ૩૦,૦૦૦ પ્રવાસી અાવે છે

Advertisement

અમદાવાદ, તા. પ ગુજરાતમાં કેવડીયા ખાતે અેકાદ મહિના પૂવેૅ ખુલ્લી મુકાયેલી વિશ્ર્વની સૌથી ઉંચી ૧૮ર મીટર ઉંચીરુસરદાર પટેલની પ્રતિમાનું સ્થળ દેશના ટોચના પ્રવાસન સ્થળ તરીકે ઉભયુૅ છે અને દરરોજ સરેરાશ ૩૦,૦૦૦ લોકો તેની મુલાકાત લેતા હોવાનું જાહેર થયું છે. કેવડીયા ખાતે સરદાર સરોવર ડેમના કાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે ૩૧મી અોકટોબરે વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાપૅણ કયુૅ હતું. સ્ટેચ્યુ અોફ યુનિટીની મુલાકાતે અમેરિકી રાજદુત સહિતના મહાનુભાવો અાવી ચુકયા છે. અમેરિકી કોન્સુલ જનરલ અેડગડૅ કેગન સોમવારે સ્ટેચ્યુ અોફ યુનિટીની મુલાકાતે અાવ્યા હતા. ૧પ૩ મીટરની ઉંચાઈઅે તૈયાર કરાયેલી ગેલેરીની મુલાકાત લીધી હતી. સરદાર સરોવર ડેમ તથા સાપુતારા પવૅત ઉંચાઈઅેથી નિહાળ્યા હતા. રાજય સરકારના સુત્રોઅે કહ્યું કે છેલ્લા કેટલાંક દિવસોથી સ્ટેચ્યુ અોફ યુનિટી ખાતે સરેરાશ ૩૦,૦૦૦ લોકો મુલાકાતે અાવી રહયા છે અને દેશના ટોચના પ્રવાસન સ્થળ તરીકે સામેલ થયું છે.


Advertisement