સૌૈરાષ્ટ્ર-કચ્છના 8 સહિત રાજ્યના 58 જેટલા ડીઈઓ-ડીપીઓની બદલીના અંતે ઓર્ડર

04 December 2018 02:18 PM
Gujarat

રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નવસારીથી વ્યાસ મુકાયા : ડીઈઓ સગારકાની બદલી છેલ્લી ઘડીએ અટકી

Advertisement

રાજકોટ, તા. 4
સૌરાષ્ટ્રના આઠ સહિત રાજ્યના 58 જેટલા જિલ્લા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણાધિકારીઓની બદલીના ઓર્ડર અંતે ગઈકાલે શિક્ષણ કમિશ્ર્નર દ્વારા ઈશ્યુ કરી દેવામાં આવેલ છે. જેમાં રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે દરિયાણી નિવૃત્ત થયા બાદ તેમની ખાલી પડેલી જગ્યા પર નવસારીથી વ્યાસની નિમણૂંક કરી દેવામાં આવી છે જ્યારે અમરેલીના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે છોટા ઉદેપુરથી એમ.જી. પ્રજાપતિની નિયુક્તિ કરાયેલ છે.
આ ઉપરાંત ભરૂચ પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા ડોડીયાની જામનગર જિલ્લા શિક્ષણાધિકારી તરીકે તેમજ બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી ચાવડાની દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણાધિકારી તરીકે નિયુક્તિ કરાયેલ છે.
જ્યારે પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ગાંધીનગરથી કિશોરભાઈ માયાણી તથા કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ગાંધીનગરથી ભગવાનભાઈ પ્રજાપતિ તેમજ બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ગાંધીનગરથી છારાબેન પટેલની નિમણૂંક કરવામાં આવી છે.
જેની લાંબા સમયથી પ્રતિક્ષા હતી તે સૌરાષ્ટ્ર-કચ્છના આઠ સહિત રાજ્યના 58 જેટલા ડીપીઓ-ડીઈઓની બદલીના ઓર્ડર ગઈકાલે યોજના ઈશ્યુ કરી દેવાયા હતા. જેમાં રાજકોટ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી સગારકાનો બદલીનો ઓર્ડર નિકળતા છેલ્લી ઘડીએ અટકી ગયો છે.


Advertisement