ચાલુ વર્ષે વલસાડી હાફૂસ કેરીના બમ્પર ઉત્પાદનની ધારણા

04 December 2018 02:14 PM
Gujarat
  • ચાલુ વર્ષે વલસાડી હાફૂસ કેરીના બમ્પર ઉત્પાદનની ધારણા

હાલનું હવામાન આંબા ઉપર મોર બેસવામાં અને તેને ઉજરવા માટે સાનુકુળ: હવે વધુ પડતી ઝાકળ વર્ષા કે કમોસમી વરસાદ ન થાય તો ઉનાળામાં વલસાડી હાફૂસથી બજાર ઉભરાશે

Advertisement

રાજકોટ તા.4
કેરીના રસીયાઓ માટે સારા સમાચાર છે. લગભગ ચાર વર્ષ સુધી વલસાડની હાફૂસ કેરીનો પાક નબળો રહ્યો હતો પરંતુ 2019માં આ હાફૂસનો બંફર પાકની ધારણા છે. અહીં આંબાના બગીચામાં જે રીતે મોર બેઠા છે. તેનાથી ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદન અત્યંત ઉંચુ જાય તેવી શકયતા છે. ડીસેમ્બરના પ્રારંભમાં ટેમ્પ્રેચરનો પારો નીચે જવા લાગ્યો છે અને અહીંના આંબાની વાડીના માલીકો માને છે કે જો આ પ્રકારનું ઠંડુ વાતાવરણ ચાલુ રહે અને કોઈ કમૌસમી વરસાદ ન થાય તો 70 ટકા મોરમાં કેરીઓના ફળ આવી જશે અને તે સરેરાશ 40થી 50 ટકા કરતા વધુ હશે. વલસાડ અને નવસારી જીલ્લામાં આ પ્રકારની હાફૂસ કેરીનું ઉત્પાદન થાય છે. વલસાડ એગ્રી. યુનિ.ના પ્રોફેસર ડી.કે. શર્મા કે જેઓ હાલ યુનિ.ના ઈન્ચાર્જ છે. તેઓના જણાવ્યા પ્રમાણે હાલનું હવામાન કેરીના ઉત્પાદન માટે શ્રેષ્ઠ છે. અને અમો તે જળવાઈ રહે તે ઈચ્છીએ છીએ. અંહીંના પારીયા ફાર્મ હાઉસમાં કેરીની પાંચસોથી વધુ વેરાઈટીઓનું ઉત્પાદન થાય છે. અત્યારે આંબા ઉપર મોર આવવાનો અને કેરીનો પાક બેશે તેનો શ્રેષ્ઠ સમય છે અને વાતાવરણ પણ સાનુકુળ છે. દિવસ દરમ્યાન વધુમાં વધુ 30 ડીગ્રીથી વધુ ઉષ્ણતામાન થવું જોઈએ નહીં અને ઓછામાં ઓછુ 15ની આસપાસ રહે તે પણ જરૂરી છે. અને હાલ આ પ્રકારનું વાતાવરણ બની રહ્યું છે.


Advertisement