પેપર લીક: ભરતી બોર્ડમાં રાજકીય નિયુકિત: કામગીરીનું આઉટ સોર્સીંગ

04 December 2018 12:44 PM
Gujarat

પેપર સેટીંગથી લઈ પરિણામ સુધી બધુ એક જ રાજકીય અને અધિકારીઓની મીલીભગત વાળી એજન્સીઓને: બ્લેક લીસ્ટેડ પણ ડમી નામે ઘુસે છે ભરતી બોર્ડમાં નિમાતા રાજકીય ચહેરાઓને ભૂતકાળમાં આવા જ આક્ષેપથી રાજીનામા આપવા પડયા છે: આઉટ સોર્સીંગમાં કોઈ ક્રોસ ચેક સીસ્ટમ જ નથી

Advertisement

રાજકોટ તા.4
ગુજરાતમાં જે રીતે લોક રક્ષક દળની ભરતીમાં પેપર ફુટી ગયું અને નવ લાખથી વધુ પરીક્ષાર્થીઓને માટે હવે ફરી એક વખત જંગી ખર્ચા કરીને પરીક્ષા આપવી પડશે તે સમયે આ પરીક્ષા લેવાની સમગ્ર સીસ્ટમ જ આઉટસોર્સ કર્યા બાદ તેના પર સરકાર પર તેમનું કોઈ નિયંત્રણ જ ન હતું તેવું બહાર આવ્યું છે. ભૂતકાળમાં શિક્ષકો માટેની પરીક્ષાના પેપર લીક થયા હતા અને તે થોડા દિવસ પૂર્વે જ બન્યુ હતું. તેમાંથી સરકારે સીસ્ટમને ઠીક કરવા માટે કોઈ પગલા લીધા નહીં. રાજય સરકારે પેપર સેટીંગથી લઈને પરીક્ષા લેવા સુધીની કામગીરી પ્રાઈવેટ એજન્સીને સોંપી અને તેના ઉપર સરકારની કોઈ ચેકીંગ વ્યવસ્થા જ ન હતી અને જાણે સમગ્ર કામ પરની જવાબદારી ખંખેરી નખાઈ તેના કારણે પેપર લીક કરનાર માટે મોકળુ મેદાન સર્જાઈ ગયુ હતું. અને પ્રાઈવેટ એજન્સીના કોઈપણ કર્મચારી સામાન્ય રકમમાં પેપર લીક કરી નાખે તેવી ગંભીરતા સમજાઈ જ નહીં. 2015માં ગાંધીનગર સ્થિત એજન્સી ગુજરાત એન્ટરપ્રાઈઝીસને પંચાયત, તલાટી ભરતી પરીક્ષાના પેપર લીક કરવામાં સંડોવણી હતી અને તેમાં આરએસએસના એક સમયના સિનીયર નેતા અને પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન ગીરીશ શર્મા સામે પણ આક્ષેપો થયા હતા અને તેઓને રાજીનામુ આપવું પડયું હતું. આ ઉપરાંત રાજય સરકારની પરીક્ષાઓમાં પેપર લીકની છેલ્લા ચાર વર્ષમાં એકાદ ડઝન ઘટનાઓ બની હતી. છતા પણ કદી તેને ગંભીરતાથી લેવાઈ નહીં વાસ્તવમાં ભરતી બોર્ડમાં જે રીતે ચેરમેનને સભ્ય તરીકે રાષ્ટ્રીય નિમણુંક થાય છે તે જ આ સીસ્ટમનું મુખ્ય દુષણ છે. રાષ્ટ્રીય પક્ષના કાર્યકર્તાઓ આ સમગ્ર સીસ્ટમને સહેલાઈથી હાઈજેક કરી લે છે. અને બાદમાં પરીક્ષાના પેપર સેટ કરવાથી માંડીને તપાસવા સુધીમાં જે નિયુકતી થાય છે તેમાં પણ રાજકારણ હોય છે. પેપરના પ્રીન્ટીંગ અને ટ્રાન્સપોર્ટટેશનમાં પ્રાઈવેટ એજન્સીની કામગીરી હોય છે. બધુ આઉટસોર્સ કરવાના નામે તથા ક્ધસ્લર્ટીંગના નામે લાગતા વળગતાઓને કામગીરી સોંપી દેવાય છે. એજન્સીની પસંદગીમાં પણ કોઈ પારદર્શકતા નથી. અને કોઈ ઓપન ટેન્ડર કે રીક્રુટમેન્ટની ભરોષા પાત્ર એજન્સીના બદલે રાજકીય અને અધિકારીઓની લાગવગના આધારે લેટરપેડ ઈન્સ્ટીટયુટ ઉભી કરીને તેને કામગીરી સોંપી દેવાય છે. રેફરન્સ તથા ભૂતકાળનો અનુભવ માંગવામાં આવે છે પણ તેમાં કોઈ ક્રોસ ચેકીંગ થતુ નથી અને તેમાં ઉમેદવાર દીઠ ખર્ચ નકકી કરવામાં આવે છે. અમદાવાદની એક એજન્સી કે જે રાજકીય અને અધિકારીઓનું કનેકશન ધરાવે છે તે આ પેપર સેટીંગ કોન્ટ્રાકટમાં મોનોપોલી ધરાવે છે તેની પાસે તેની પેપર સેટીંગથી લઈને પરીણામ સુધીની કામગીરી સોંપી દેવાય છે. અને ભૂતકાળમાં જેમના રેકોર્ડ ખરાબ હતા તેવી એજન્સીઓ દિલ્હી અને અન્ય સ્થળે રજીસ્ટર થઈને ડમી નામથી આ કામગીરી મેળવી લે છે અને અધિકારીઓ પણ તે જાણતા હોય છે પરંતુ કોઈ રાજકીય ભલામણ અને બાકી ભ્રષ્ટાચારના કારણે તેમાં આંખ આડા કાન કરવામાં આવે છે.

પેપર લીકેજમાં વધુ એક ઉચ્ચ પોલીસ અધિકારીની સંડોવણી?
અરવલ્લી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે ધડાકો કર્યો: બે દિવસ પહેલા જ આરોપી મનહર પટેલ અને એક પોલીસ અધિકારી વચ્ચે હોટલમાં મુલાકાત મેં નજરે જોઈ હતી
ગુજરાતના પોલીસ ભરતી બોર્ડ લીકેજમાં એક નવો ધડાકો પણ થયો છે અને આ પ્રકરણમાં એક ડીવાયએસપી કક્ષાના અધિકારીની પણ સંડોવણી હોય તેવા સંકેતો મળ્યા છે. ટીવી ચેનલના રીપોર્ટ મુજબ અરવલ્લી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કીરીટ પટેલે એક ફેસબુક પોસ્ટમાં એવો દાવો કર્યો છે કે પેપર ફુટયુ તેના બે દિવસ પહેલા એક આરોપી મનહર પટેલ અને એક ડીવાયએસપીને તેઓએ હોટલ ઉપર જોયા હતા. અને બન્ને વચ્ચે વાતચીત થઈ હતી. તેઓએ દાવો કર્યો હતો કે આ સમગ્ર પ્રકરણ બહાર આવે તે માટે હું આ માહિતી જાહેર કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનોજ પટેલ અગાઉ પણ પેપર લીકેજમાં સંડોવાયો છે અને બાયડની હોટલમાં તેની અને એક ટોચના પોલીસ અધિકારીની મુલાકાતે નવો પ્રશ્ર્ન સર્જયો છે અને પોલીસ આ બાજુ તપાસ કરશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. મનહર પટેલ હાલ પોલીસ કબ્જામાં જ છે.

પેપર લીકેજ ટોળીના આંતરીક વિખવાદથી પ્રકરણ બહાર આવ્યું

ભરતી બોર્ડ તો ઉંઘતુ જ રહ્યું હતું: બગાસુ ખાતા પતાસુ મળ્યું

રૂપલ શર્મા પેપર વેંચીને જંગી કમાણી કરવા માંગતી હતી

જરાતમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર જે લીક થયું તેમાં પેપર લીક કરનાર ટોળીના આંતરીક જુથવાદથી જ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે વાસ્તવમાં ભરતી બોર્ડમાં કોઈને એવી ગંધ આવી ન હતી. તેઓએ સેટ કરેલું પેપર લીક થયું છે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ રૂપલ શર્મા કે જે આ કેસમાં આરોપી છે. તે અચાનક જ વ્હીસલ બ્લોઅર બની ગઈ. ગાંધીનગરમાં ધારાસભ્ય અને મંત્રીઓના આવાસ ક્ષેત્રમાં હોસ્ટેલ ચલાવતી રૂમલ શર્મા પોતે પણ આ સમગ્ર ષડયંત્રમાં સામેલ હતી તે પરીક્ષાર્થી પણ હતી. અને તે આ લીંકેજ બહાર લાવવામાં પણ નીમીત બની. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ રૂપલે અનેક ઉમેદવારોને આ પેપર વેચવાનો આઈડીયા આપ્યો હતો અને તેના વિચાર જંગી નાણા બનાવવાનો હતો. અને તેના કારણે તેણે અને મનહર પટેલ, મુકેશ ચૌધરી, પીઆઈ વી.પી. પટેલ અને યશપાલસિંહ સોલંકી ઉર્ફે ઠાકોર સાથે મતભેદ થયો. આ તમામ માનતા હતા કે સોશિયલ મીડીયાથી આ પેપર મોકલશું તો તે જાહેર થઈ જવાનો ભય હતો. અને રૂપલને પોતાનો ખેલ બગડતા તેણે વાયરલેસ પીએસઆઈ ભરત ભોરાણાને આ પ્રશ્ર્ન પત્ર અને જવાબ મોકલી આપ્યા અને ભરત બોરાણાએ તુર્ત જ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને જાણ કરી. અને ચકાસતા ઓરીજીનલ પેપર લીક થયાનું ખુલ્યું હતું. આમ જો આંતરીક મતભેદ ન થયા હોત તો પેપર લીકેજની ભાગ્યે જ કોઈને જાણ થઈ હોત.

 


Advertisement