દુધ ઉત્પાદન ક્ષેત્રે બિહાર ગુજરાતથી અાગળ નિકળી જશે

04 December 2018 12:32 PM
Gujarat
  • દુધ ઉત્પાદન ક્ષેત્રે બિહાર ગુજરાતથી અાગળ નિકળી જશે

બિહાર સરકાર ગૌ પાલન યોજના હેઠળ ૬૬ ટકા સુધી અનુદાન અાપશે

Advertisement

દુધ ઉત્પાદનમાં ગુજરાતના પાછળ રાખવાની તૈયારી બિહાર કરી રહ્યંંુ છે. દુધ ઉત્પાદન ક્ષેત્રમાં બિહાર સરકારે જે યોજનાઅોની અમલવારી કરી તેના સકારાત્મક પરિણામો જાેવા મળી રહ્યાં હોવાનો દાવો થયો છે. ëચી નશ્લની ગાયોના ખરીદ વેચાણ માટે બિહારમાં પ્રદશૅન યોજાઈ રહ્યંુ છે. બિહાર સરકારની યોજના અંતગૅત પશુપાલનમાં હવે પ૦ થી ૬૬ ટકા અનુદાન સરકાર અાપશે. પશુપાલકોને નજીવી રકમ રોકવાની રહેશે. યોજના હેઠળ પશુપાલક બે થી લઈ ૧૦ ગાયોને સાચવી શકે છે. ગુજરાત અને પંજાબ કરતા બિહારમાં ગાયરુભેંસોની સંખ્યા અોછી છે માટે પશુપાલકો પંજાબ સહિતના રાજયોમાંથી સરળતાથી ગાયરુભેંસ મંગાવી શકે તેવી વ્યવસ્થા પણ સરકાર ગોઠવવા જઈ રહી છે. માત્ર દુધ જ નહી પરંતુ પનિર, માખણ અને ઘી સહિતના ઉત્પાદનોથી પણ પશુપાલકોને અાથિૅક સમૃઘ્ધી મળે તેવી ગણતરી બિહાર સરકારની છે.


Advertisement