ઓછી ઊંઘ વધુ પડતાં ગુસ્સાને આમંત્રણ આપે છે

04 December 2018 11:26 AM
Health
  • ઓછી ઊંઘ વધુ પડતાં ગુસ્સાને આમંત્રણ આપે છે

Advertisement

‘લોવા સ્ટેટ યુનિવર્સિટી’નાં સંશોધકો તાજેતરમાં અત્યંત રસપ્રદ કહી શકાય એવા તારણ પર પહોંચ્યા છે. તેમણે 142 વ્યક્તિઓને પોતાનાં રીસર્ચમાં સામેલ કરીને એ બાબત સાબિત કરી કે દરરોજની એમની ઉંઘમાં ફક્ત અમુક કલાકોનો ઘટાડો એમનાં ગુસ્સાને આમંત્રણ આપવાનું કામ કરે છે. વિસ્તારપૂર્વક વાત કરીએ તો, હ્યુમન સાયકોલોજી પ્રોફેસર લેટન ક્રિઝાને તો ત્યાં સુધી કહ્યું કે રાત્રે પહેરાતાં કપડાં અથવા કૂતરાનો ભસવાનો અવાજ પણ અગર ઉંઘમાં ખલેલ પહોંચાડે છે તો તેની સીધી અસર માણસનાં મગજ પર પડે છે, જે તેનામાં આક્રોશ વધારવાનું કામ કરે છે! આવો જ પ્રયોગ કોલેજનાં 200 વિદ્યાર્થીઓને સાથે રાખીને કરવામાં આવ્યો, જેમાં તેમણે પોતાની સાથે એક ડાયરી રાખી, એમાં દરરોજ ઊંઘનાં કલાકો નોંધ્યા! અપૂરતી નિદ્રાને લીધે તેમનામાં સહનશક્તિનું પ્રમાણ ઘટી રહ્યાનુ માલૂમ પડ્યું.


Advertisement