પેમેન્ટ સર્વિસ શરૂ કરવા વોટસએપ ઉંધા માથે: આરબીઆઈને પત્ર લખ્યો

03 December 2018 06:51 PM
Business India
  • પેમેન્ટ સર્વિસ શરૂ કરવા વોટસએપ ઉંધા માથે: આરબીઆઈને પત્ર લખ્યો

બે વર્ષથી સરકાર સાથે વાતચીતનો દોર: ડેટા ભારતમાં જ રાખવાની ધરપત

Advertisement

નવી દિલ્હી તા.3
ભારતમાં પોતાના 20 કરોડ યુઝર્સને પેમેન્ટ સર્વિસ આપવા માટે વોટસએપ દ્વારા ભારતીય રિઝર્વ બેંકની મંજુરી માંગવામાં આવી છે. વોટસએપના વડા ક્રિસ ડેનીયલે આરબીઆઈના ગવર્નર ઉર્જીત પટેલને પત્ર લખ્યો છે. વોટસએપ ભારતમાં પેમેન્ટ સર્વિસ શરૂ કરવા બે વર્ષથી પ્રયાસ કરી રહ્યું છે.
પેમેન્ટ સર્વિસ શરૂ કરવા માટે વોટસએપ સરકાર સાથે બે વર્ષથી વાતચીત કરી રહ્યું છે. નવા ફીચરનું પરિતણ પણ ચાલુ છે. આ સર્વિસને સંપૂર્ણ લોન્ચ કરવા માટે વોટસએપ આરબીઆઈની મંજુરીની રાહ જોઈ રહ્યું છે. જે મળ્યા બાદ તુરંત જ વોટસએપ પોતાની સેવા લોન્ચ કરશે તેવું માનવામાં આવ્યું છે.વોટસએપના ડેનીયલે આરબીઆઈને પત્ર લખીને કહ્યું છે કે ભીમ યુપીઆઈના માધ્યમથી વોટસએપ ઉપર નાણાની લેવડ દેવડની સુવિધા ભારતના તમામ ઉપભોકતા સુધી પહોંચે તે માટે મંજુરીની અપીલ કરું છે. આ સર્વિસથી ભારતીય ઉપભોકતાઓનું જીવન સરળ બનાવવાની તક અમને આપવામાં આવે. આ સુવિધા માટે સરકાર તેમજ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે.જો વોટસએપ પેમેન્ટ સર્વિસને મંજુરી મળશે તો લોકો જેમ સરળતાથી મેસેજ મોકલી કે મેળવી શકે છે તેમ નાણાની લેવડ દેવડ પણ એકદમ સરળ રીતે થશે. પેમેન્ટનો ડેટા ભારતમાં જ રહેશે તેવો દાવો પણ વોટસએપ દ્વારા કરવામાં આવ્યો છે.


Advertisement