ભારત મારા બાપ્નો દેશ પણ છે: ઔવેશી

03 December 2018 06:48 PM
India Politics
Advertisement

તેલંગાણામાં ચૂંટણી જંગ જામ્યો છે અને હૈદરાબાદમાં એમઆઈએમના વડા અસદુદીન ઔવેશીનો પક્ષ ચૂંટણી લડી રહ્યો છે જેમાં ઔવેશીના પુત્ર પણ મેદાનમાં છે. હાલમાં જ અહી ભાજપ્ના સ્ટાર પ્રચારક અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે એવો દાવો કર્યો કે એક વખત હૈદરાબાદમાં ઔવેશીનો પક્ષ ચૂંટણી હારી જશે તે પછી ઔવેશી હૈદરાબાદ છોડી જશે. પરંતુ ઔવેશીએ તેનો જવાબ આપતા કહ્યું કે આ રાજય મારા બાપ્નું પણ છે. યોગીએ દાવો કર્યો હતો કે જેમ નિઝામ ભારત છોડી ગયા તેવી જ સ્થિતિ ઔવેશીની બનશે. પરંતુ તેનો જવાબ આપતા ઔવેશીએ કહ્યું કે નિઝામ મિર, ઓસમાણ અલી ખાન હૈદરાબાદ છોડી ગયા ન હતા. તેને રાજ પ્રમુખ બનાવાયા હતા અને જયારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયુ ત્યારે જ નિઝામે ભારત સરકારને સોનુ આપ્યુ હતું. ઔવેશીએ આરોપ મુકયો કે યોગીના શબ્દો અને મોદીનું મગજ કામ કરે છે.


Advertisement