જેટ એરવેઝે ગલ્ફની 7 ફલાઈટ બંધ કરી: કુલ 40 ફલાઈટ એક સપ્તાહમાં કેન્સલ

03 December 2018 06:42 PM
Business India
Advertisement

નાણાકીય કટોકટીમાં ફસાયેલી જેટ એરવેઝ હવે તેની ફલાઈટમાં કાપ મુકી રહી છે. ખાસ કરીને પાયલોટ સહીતના કર્મચારીઓના પગાર ન થતા તેઓ રજા પર ઉતરવા માંડયા છે અને તેના કારણે જેટ એરવેઝે ગલ્ફ સાથે જોડતી સાત ફલાઈટ બંધ કરી છે. આમ એક સપ્તાહમાં તેણે કુલ 40 ફલાઈટ કેન્સલ કરી છે. કંપ્નીનો દાવો છે કે તે પોતાના ઉડ્ડયન શેડયુલમાં મહત્વના ફેરફાર કરી રહી છે જેના કારણે ખર્ચ ઘટાડવામાં સહાયતા રહે. આ કંપ્ની પાર્ટનર શોધવા કે વેચાણ માટે પ્રયાસો કરી રહી છે. પરંતુ હજુ સફળતા મળી નથી.


Advertisement