તા.25 ડીસેમ્બરથી નવી દિલ્હી-વારાણસી વચ્ચે ભારતની સૌથી ઝડપી ટ્રેન દોડશે

03 December 2018 06:41 PM
Business India
Advertisement

ભારતીય રેલ્વે નેટવર્કને વર્લ્ડ કલાસ બનાવવા માટે મોદી સરકારના પ્રયાસો હવે રંગ લાવે તેવી ધારણા છે. હાલમાં જ પ્રયોગ કરાયેલી ટ્રેન-18 હવે કોમર્સીયલ લોન્ચીંગ માટે તૈયાર છે અને 25 ડીસેમ્બરે નવી દિલ્હી અને વારાણસી વચ્ચે તેની પ્રથમ દોટ શરુ થશે. આ ટ્રેન એન્જીન વગરની છે અને તે 180 કી.મી.ની ઝડપે દોડી શકે છે. પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ દિવસ 25 ડીસેમ્બરે છે અને મોદી સરકાર આ ટ્રેનને અટલ એકસપ્રેસ નામ આપે તેવી ધારણા છે.


Advertisement