કાશ્મીરમાં કેસરના ઉત્પાદનમાં પણ જંગી ઘટાડો

03 December 2018 06:37 PM
Business India
Advertisement

દેશના એકમાત્ર કેસર ઉત્પાદક રાજય કાશ્મીરમાં પણ ચાલુ વર્ષે મોસમની મારના કારણે દુનિયાના સૌથી મોંઘા ગણાતા મસાલાના ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી ધારણા છે. ગ્લોબલ વોર્મિંગની અસર કાશ્મીરમાં પણ પડી રહી છે. અહી નવેમ્બરથી જ હિમવર્ષા ચાલુ થઈ ગઈ છે અને તેના કારણે સફરજનના પાકને પણ અસર પહોંચી છે. કાશ્મીર દર વર્ષે 17.56 ટન કેસરનું ઉત્પાદન કરે છે. જેનો ભાવ રૂા.2.25 લાખ પ્રતિ કિલો ગણાય છે. 2012થી અહી કેસરનું ઉત્પાદન ઘટવા લાગ્યું છે અને ચાલુ વર્ષે તેમાં મોટો ઘટાડો થાય તેવી શકયતા છે.


Advertisement