રીઝર્વ બેંક વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરે તેવા સંકેત

03 December 2018 06:36 PM
Business India
Advertisement

ફરી એક વખત રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની ધીરાણ નીતિની સમીક્ષા આ સપ્તાહે થનાર છે અને તેમાં ફુગાવો ત્રણ ટકાથી નીચે રહેવાની ધારણા છે. પરંતુ ફરી એક વખત ક્રુડતેલના ભાવ વધશે અને રૂપિયા પર દબાણ આવશે તેવી શકયતાને ધ્યાનમાં રાખીને રીઝર્વ બેન્ક હાલ વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવાનું મુનાસીબ ન સમજે તેવી ધારણા છે અને હવે ફેબ્રુઆરી માસમાં જ સમીક્ષા થશે. સરકારનું દબાણ છે કે રીઝર્વ બેંક વ્યાજદર ઘટાડે. ક્રુડતેલના ભાવ અંકુશમાં છે પરંતુ રિઝર્વ બેંકને ભય છે કે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધમાં બ્રેકથી ફરી એક વખત ક્રુડતેલ વધશે અને ફરી ફુગાવો વધશે તેથી વ્યાજદર ઘટાડવા સલાહભર્યુ નથી.


Advertisement