અમદાવાદ તા.3
તમારી પાસે જો કાગળીયા (ફીઝીકસ) સ્વરૂપે લિસ્ટેડ કંપનીઓના શેર હશે તો બુધવારથી તમે એ ટ્રાન્સફર નહીં કરી શકે. લિસ્ટેડ કંપનીના શેર ડીમેટમાં ટ્રાન્સફર કરવા માર્કેટ રેગ્યુલેટર સેબીએ પાંચ ડીસેમ્બરની ડેડલાઈન નકકી કરી હતી. હાલમાં ડીમેટ ઉપરાંત વેચાણકાર ખરીદનારને ફીઝીકસ સ્વરૂપે પણ શેર ટ્રાન્સફર કરી શકે છે.
છેલ્લા થોડા વર્ષોમાં ફીઝીકસ શેરની બાબતમાં ફ્રોડ થતા હતા. આવા શેર પરના ડિવિડન્ડ અને આવા શેરની ટ્રાન્સફરમાં પણ ગરબડ થતી હતી. ડીમેટ સ્વરૂપના શેરમાં ડીમેટ એકાઉન્ટ સાથે બેંક ખાતુ જોડાયેલું હોય છે, અને એથી ફીઝીકસ શેર સંબંધી થતા ફ્રોડની શકયતા ઘણી ઘટી જાય છે.
જો કે આ નિર્ણયથી તમામ ફીઝીકસ શેર પસ્નહીં બની જાય. સેબીના હુકમથી ફીઝીકસ શેરના વેલ્યુમાં કોઈ ઘટાડો થયો નથી. પરંતુ, ફીઝીકસ શેર પ્રવાહીતા ગુમાવશે. શેરબજારમાં કંપનીના સ્ટોક પ્રાઈસ જેટલી વેલ્યુએ ધરાવતા હશે, પણ એ વેલ્યુ વટાવવા ફીઝીકસ શેરને ડીમેટમાં ફેરવવા પડશે અને એ પછી જ માર્કેટમાં વેચી શકાશે. જે રોકાણકારો પોતાના શેર વેચવા માંગતા નથી, તે ફીઝીકસ ફોર્મમાં રાખવાનું ચાલુ રાખી શકે છે.
ધારો કે શેરની હાલની કિંમત બે લાખ સુધી છે. કાનુની વારસદાર મૃતકના નામના સર્ટફાઈડ ડેથ સર્ટીફીકેટ સાથે પોતાના નામે કરી શકે છે. તે ડીમેટ સ્વરૂપે શેર મેળવી બજારમાં વેચી શકે છે. પરંતુ શેરની કિંમત બે લાખથી વધુ હોય તો કાનુની વારસદારે કાનુની માલિકી પ્રસ્થાપિત કરવા કોર્ટમાંથી પ્રોબેટ મેળવવા વકીલ રોકવો પડશે એ પછી તે શેર પોતાના નામે કરી બજારમાં વેચી શકે.
વળી, હાલના નિયમો મુજબ વારસાઈના કિસ્સામાં શેરની માલિકીની ટ્રાન્સફર અને શેરહોલ્ડર્સના નામ એકબીજા સાથે બદલવાની છૂટ આપે છે. હાલના જોઈન્ટ હોલ્ડર કંપનીનો મૃતકના ડેથ સર્ટીફીકેટ સાથે સંપર્ક સાધી જોઈન્ટમાંથી સિંગલ નામે માલિકી બદલી શકે છે. એ પછી તે બજારમાં શેર વેચી શકે છે.