પરીક્ષાની નવી તારીખ પણ લીક

03 December 2018 05:46 PM
Gujarat
Advertisement

પોલીસ ભરતીની પરીક્ષામાં પેપર ફૂટી જવાથી તે પરીક્ષા રદ થઇ છે અને હવે નવી તારીખ સમયમાં જ જાહેર કરાશે. પરંતુ તે પૂર્વે સોશ્યલ મીડિવામાં આ પેપર લીકેજ મુદે જબરી રમૂજ ચાલુ થઇ હતી. એક તબક્કે પરીક્ષાની નવી તારીખ જાહેર થઇ હોવાનું જણાવ્યું હતું અને તે મેસેજ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.
પરંતુ તૂર્ત જ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ તારીખ ખોટી છે. તે બાદ વળતી રમૂજ થઇ કે હવે તો પેપર તો શું પરીક્ષાની તારીખ પણ લીક થાય છે. જો કે બોર્ડ દ્વારા નવી તારીખ ગમે તે ઘડીએ જાહેર થશે.


Advertisement