પરીક્ષા પૂર્વે રૂપલ શર્માને મળવા કેટલાક પરીક્ષાર્થી આવ્યા હતા

03 December 2018 05:42 PM
Gujarat

રૂપલ પોતે પણ પરીક્ષા આપવાની હતી

Advertisement

ગાંધીનગર તા.3
પોલીસ લોકરક્ષક ની પરીક્ષાનું પેપર લીક થવાનો મામલો બન્યા બાદ પોલીસ દ્વારા કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગાંધીનગર રામનિવાસ હોસ્ટેલની સંચાલિકા રૂપલ શર્માની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેમની પૂછપરછ ચાલુ હોવાના અહેવાલ છે મનાઈ રહ્યું છે કે સમગ્ર કૌભાંડ નું એપીસેન્ટર ગાંધીનગર જ છે ત્યારે ઘરની અંદર હોસ્ટેલ ચલાવતી રુપલ શર્માએ પોતાની હોસ્ટેલમાં વિવિધ પરીક્ષાઓ તૈયાર કરતા ઉમેદવારો પાસેથી રહેવા-જમવાની વ્યવસ્થા ના ભાગરૂપે ચાર્જ વર્ષોથી હતી એટલું જ નહીં ગઈકાલે લોક રક્ષક દળ ની પરીક્ષા શરૂ થઈ તે પહેલાથી જ શંકાના દાયરામાં આવેલી રુપલ શર્મા ગુમ થઇ ગઇ હતી તો બીજી તરફ હોસ્ટેલમાં રહેતા કેટલાક અરજદારોએ એવી કેફિયત નું વર્ણન કરી છે કે પરીક્ષાના એક દિવસ અગાઉ કેટલાક લોકો રૂપલ શર્માને મળવા હોસ્ટેલમાં આવ્યા હતા અને એકાદ કલાક રોકાયા હતા આ દરમિયાન રૂપલ શર્માએ પરીક્ષા ના જવાબ પત્રો વહેંચ્યા હોવાનું મનાઈ રહ્યું છે સમગ્ર ઘટના અંગે સેક્ટર 7 પોલીસ મથકમાં સી આઈ ડી ના પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે ફરિયાદ નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.


Advertisement