એલઆરડી પેપર લીક: રૂપલ શર્માએ ભરતી બોર્ડના પીએસઆઇને વોટ્સઅપ કરીને પૂછયુ હતું ‘આ પેપર સાચું છે?’

03 December 2018 05:39 PM
Gujarat
  • એલઆરડી પેપર લીક: રૂપલ શર્માએ ભરતી બોર્ડના પીએસઆઇને વોટ્સઅપ કરીને પૂછયુ હતું ‘આ પેપર સાચું છે?’

Advertisement

અમદાવાદ:
લોકરક્ષક દળ ભરતી પેપર લીક મામલે હાલ પોલીસે રૂપલ શર્મા સહિત ચારની ધરપકડ કરી છે. પૂર્વ આયોજિત કૌભાંડમાં તપાસમાં સામે આવ્યું કે રૂપલની સાથે ગાંધીનગરના વાયરલેસ પીએસઆઈ પી.વી.પટેલ અને ડીસાના મુકેશ ચૌધરી સામેલ હતા. રૂપલે ભરતીબોર્ડના પીએસઆઈને વ્હોટ્સઅપ કર્યો હતો અને પુછ્યું હતું કે આ પેપર સાચું છે અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
પોલીસ ભરતી બોર્ડના વાયરલેસનાપીએસઆઇ ભરત બોરાણાએ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને ટેલિફોનિક માહિતી આપી હતી કે જવાબોની ચિઠ્ઠી તેમને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા પાસેથી મળી છે. જેમા રૂપલ શર્માએ બોરાણા વોટ્સઅપ કર્યો હતો અને વેરિફાઈ કરવાનું કહ્યું હતું. વિકાસ સહાય તપાસ કરતા ખબર પડી કે આ તે જ જવાબો છે જે આજના પ્રશ્ર્નોમાં પુછાવાના છે. આવી રીતે બોરાણાએ સમગ્ર મામલે ભાંડો ફોડ્યો હતો.


Advertisement