પેપર લીંકના માસ્ટર માઈન્ડ ભાજપના જ ચૂંટાયેલા સભ્યો: ગાંધીનગર કનેકશન મળ્યું

03 December 2018 05:38 PM
Gujarat

પોલીસ-પોલીટીશ્યનની સાંઠગાંઠ પણ ખુલી મહેશ ચૌધરી ભાજપનો તાલુકા પંચાયત સભ્ય: મનહર પટેલ વતી ચૂંટણી લડયો હતો

Advertisement

રાજકોટ: ગુજરાતમાં લોકરક્ષક દળના પેપર્સ ફુટી ગયા તેમાં ઝડપાયેલા આરોપીઓનું ભાજપ કનેકશન જાહેર થયું છે. એક તરફ પોલીસ અને બીજી તરફ શાસક પક્ષના કાર્યકર્તા બન્નેની મીલી ભગત બહાર આવી છે.
આ પ્રકરણમાં મુકેશ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. જે વડગામ તાલુકા પંચાયત તો ભાજપની ટિકીટ પર ચૂંટાયેલો સભ્ય છે તો મનહર પટેલે બાયડ નગરપાલિકાની ચૂંટણી ભાજપની ટિકીટ પર લડી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ હજું ગાંધીનગરમાં પણ ભાજપ કનેકશન છે. જેણે આ સમગ્ર પેપર લીક કરાવીને લાખોની કમાણી કરવાની તૈયારી રાખી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા પોલીસને પણ ઉચ્ચ કક્ષાએથી મદદ મળતી હતી અને ભાજપના નેટવર્કનો ઉપયોગ થયો હતો. ભાજપે તેના કાર્યક્રમોના નામ ખુલતા જ બન્નેને સસ્પેન્ડ કર્યા છે.


Advertisement