જસદણનું રાજકારણ પૂરા ગુજરાતથી વિપરિત : આઝાદી બાદ ભાજપનો માત્ર એક વિજય!

01 December 2018 11:38 AM
Jasdan Gujarat Politics
  • જસદણનું રાજકારણ પૂરા ગુજરાતથી વિપરિત : આઝાદી બાદ ભાજપનો માત્ર એક વિજય!

1962થી ચાર વખત અપક્ષ, નવ વખત કોંગ્રેસ જીતી છે ભાજપે એકમાત્ર પેટાચૂંટણી જીતી : આ વખતે પણ પુનરાવર્તન થશે? ચાર વખત ઇત્તર, બે વખત પટેલ અને આઠ વખત કોળી ધારાસભ્ય છેલ્લી ચૂંટણીમાં 73.44 ટકા મતદાન : પાંચ વખત જીતવાનો બાવળીયાનો રેકોર્ડ

Advertisement


જસદણ તા.1
જસદણ બેઠકની પેટા ચુટણીનો ધમધમાટ ચાલુ છે ત્યારે જસદણ બેઠકની ભુતકાળની ચુટણીની વિગતો પણ ધણી રસપ્રદ છે. મહારાષ્ટ્રથી ગુજરાત અલગ પડ્યા બાદ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ચૂંટણી 196રમાં યોજાણી હતી ત્યારથી લઇ અત્યાર સુધીમાં કુલ 14 વખત ચૂંટણી યોજાઇ છે જે પૈકી ત્રણ વખત અપક્ષ વિજેતા થયા હતા. જયારે સતત પાંચ વખત કોંગ્રેસના કુંવરજીભાઇ બાવળિયા વિજેતા થયા છે. જયારે ભાજપ ફકત ર009ની પેટા ચૂંટણીમાં એક વખત જ વિજેતા થયુ છે. કોંગ્રેસ નવ વાર વિજેતા થયુ છે અને એક વાર સ્વતંત્ર પાર્ટી વિજેતા થયેલ છે.
1962ની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના વસંતપ્રભા જયસુખલાલ શાહ (11186)નો પીએસપીના ગેલાભાઇ કરશનભાઇ છાયાણી (6પ04) સામે 468ર મતે વિજય થયો હતો. ત્યારે કુલ ચાર ઉમેદવારો હતા અને 40.79 ટકા મતદાન નોંધાયુ હતુ. 1967ની બીજી ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર જસદણ રાજવી શિવરાજકુમાર ખાચર (13પપ3)નો કોંગ્રેસના પ્રભાતગીરી ગોસાઇ (13486) સામે 67 મતે વિજય થયો હતો ત્યારે કુલ ત્રણ ઉમેદવાર હતા અને પ6.81 ટકા મતદાન નોંધાયુ હતુ. 197રની ત્રીજી ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભાતગીરી ગુલાબગીરી ગોસાઇ (18831)નો અપક્ષ ઉમેદવાર ગેલાભાઇ કરશનભાઇ છાયાણી (1199ર) સામે 6839 મતે વિજય થયો હતો ત્યારે ચાર ઉમેદવારો હતા અને 48.94 ટકા મતદાન નોંધાયુ હતુ.
1975ની ચોથી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જસદણ રાજવી શિવરાજકુમાર ખાચર (ર7486)નો કોંગ્રેસના પ્રભાતગીરી ગુલાબગીરી ગોસાઇ (16ર87) સામે 11199 મતે વિજય થયો હતો એ સમયે 70.પપ ટકા મતદાન નોંધાયુ હતુ અને ફકત બે જ ઉમેદવારો હતા. 1980ની પાંચમી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મામૈયાભાઇ હરીભાઇ ડાભી (19041) તો કોંગ્રેસના પ્રભાતગીરી ગુલાબગીરી ગોંસાઇ (14413) સામે 46ર8 મતે વિજય થયો હતો. એ સમયે કુલ છ ઉમેદવારો હતો અને ભાજપે સૌ પ્રથમ વખત જગદીશભાઇ આચાર્યને લડાવ્યા હતા. મતદાન પર.90 ટકા થયુ હતુ. 1985માં છઠ્ઠી ચૂંટણીમાં કોંગ્રેસના મામૈયાભાઇ હરીભાઇ ડાભી (ર4736)નો જનતા પાર્ટીના ભીખાલાલ ભીમજીભાઇ બાંભણીયા (14734) સામે 10,00ર મતથી વિજય થયો હતો ત્યારે ભાજપના ભાસ્કરભાઇ થડેશ્વરને પ963 મત મળ્યા હતા. કુલ સાત ઉમેદવારો હતા અને પ0.98 ટકા મતદાન થયુ હતુ.
1990ની સાતમી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ભીખાભાઇ ભીમજીભાઇ બાંભણીયા (1911ર)નો જનતાદળના કુંવરજીભાઇ મોહનભાઇ બાવળિયા 109રપ) સામે 8187 મતે વિજય થયો હતો. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર લખમણભાઇ રામજીભાઇ સોલંકીને 8પપપ મત અને અપક્ષ ઉમેદવાર નજુભાઇ દેવકુભાઇ વાળાને 6876 મત યુવા વિકાસ પાર્ટીના પોપટભાઇ અમરશીભાઇ રાજપરાને પ94પ મત, પ્રભાતગીરી ગોસાઇ (અપક્ષ)ને 60ર3 મત મળ્યા હતા. કુલ 16 ઉમેદવારો હતા અને પ0.0પ ટકા મતદાન થયુ હતુ.
199પની આઠમી ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજીભાઇ મોહનભાઇ બાવળિયા (46ર07)નો ભાજપના અરજણભાઇ લીંબાભાઇ રામાણી (ર4603) સામે ર1604 મતે વિજય થયો હતો. અપક્ષ ઉમેદવાર ભીખાભાઇ બાંભણીયાને 1પ387 મત મળ્યા હતા. કુલ બાર ઉમેદવારો હતા અને 6પ.43 ટકા મતદાન નોંધાયુ હતુ. 1998ની નવમી ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજીભાઇ મોહનભાઇ બાવળિયા (40473)નો ભાજપના ભાસ્કરભાઇ જમનાદાસભાઇ થડેશ્વર (ર7173) સામે 13300 મતે વિજય થયો હતો. એ સમયે વેલાભાઇ ગેલાભાઇ છાયાણી (અપક્ષ)ને 11690 મત મળ્યા હતા. કુલ આઠ ઉમેદવાર હતા અને 61.10 ટકા મતદાન નોંધાયુ હતુ. 2002ની ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજીભાઇ મોહનભાઇ બાવળીયા (71ર96)નો ભાજપના શીવલાલ નાગજીભાઇ વેકરીયા (પ0697) સામે ર0પ99 મતે વિજય થયો હતો. કુલ પાંચ ઉમેદવારો હતા અને 77.પ6 ટકા મતદાન નોંધાયુ હતુ. ર007ની ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજીભાઇ બાવળીયા (64674)નો ભાજપના પોપટભાઇ અમરશીભાઇ રાજપરા (3899પ) સામે રપ679 મતે વિજય થયો હતો. અપક્ષ ઉમેદવાર ભીખાભાઇ બાંભણીયાને 60રપ મત મળ્યા હતા. કુલ સાત ઉમેદવાર હતા. ર007ની ચૂંટણી બાદ ર009માં જસદણના કોંગી ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા રાજકોટ બેઠક ઉપર લોકસભામાં વિજેતા થતા જસદણ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા ર009માં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ડો.ભરતભાઇ બોઘરા (પ9934)નો કોંગ્રેસના ભાવનાબેન કુંવરજીભાઇ બાવળિયા (4પ160) સામે 14774 મતે વિજય થયો હતો. અપક્ષ ઉમેદવાર ભુપતભાઇ ડાભીને 1143ર મત મળ્યા હતા. કુલ 1ર ઉમેદવારો હતા અને 69.87 ટકા મતદાન નોંધાયુ હતુ. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ભોળાભાઇ ગોહિલ (780પપ)નો ભાજપના ડો.ભરતભાઇ બોઘરા (67ર08) સામે 10847 મતે વિજય થયો હતો. જીપીપીના દેવશીભાઇ ટાઢાણીને 70ર8 મત મળ્યા હતા. કુલ 16 ઉમેદવારો હતા અને 80.6ર ટકા મતદાન થયુ હતુ.
છેલ્લે ડીસેમ્બર2017ની ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયા (84321) નો ભાજપના ડો.ભરતભાઈ કે બોધરા (7પ044) સામે 9ર77 મતે વિજય થયો હતો. કુલ પંદર ઉમેદવારો હતા અને 73. 44 ટકા મતદાન નોંધાયુ હતુ.જસદણ બેઠકમાં 199પ, 1998, ર00ર, ર007 અને ર017 એમ પાંચ ચૂંટણીમાં જીતવાનો કોંગ્રેસના કુંવરજીભાઇ બાવળિયાનો રેકોર્ડ છે. જસદણ બેઠકમાં આઝાદીથી લઇને આજ સુધીમાં માત્ર એક જ વખત પેટા ચૂંટણીમાં ભાજપ જીત્યુ છે. જસદણ બેઠકમાં કુલ તેર વખત યોજાયેલી ચૂંટણીમાં ચાર ખત ઇત્તર, બે વખત પટેલ અને સાત વખત કોળી ઉમેદવાર વિજેતા બન્યા છે અત્યારની ચૂંટણીમાં કોણ જીતશે તેના ઉપર સૌની નજર છે.

જસદણ બેઠક માટે કોંગ્રેસના બે ધા૨ાસભ્યોએ ફોર્મ
ઉપાડતા ઉતેજના: ૨ાજ્કીય ૨ણનીતિ કે લડાવવાનો વ્યૂહ?

કોંગે્રસ ઉમેદવા૨નુ નામ છેલ્લી ઘડીએ જાહે૨ ક૨શે સોમવા૨ે ફોર્મ ભ૨વાનો અંતિમ દિવસ: અત્યા૨ સુધીમાં ૬ ફોર્મ ૨જુ 
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનાં જંગ સમી બની ૨હી છે પૂર્વ ધા૨ાસભ્ય ભોળાભાઈ ગોહિલે પ્રથમ ચૂંટણી નહી લડવાની જાહે૨ાત ર્ક્યા બાદ ઉમેદવા૨ી ફોર્મ ઉપાડતા ૨ાજ્ક્યિ ક્ષ્ોત્રે ગ૨માવો આવ્યો છે બીજી ત૨ફ હજુ સુધી આ બેઠક પ૨ કોંગે્રસના ઉમેદવા૨ નામ નક્કી નહી થતા હવે છેલ્લી ઘડીએ નામ જાહે૨ ક૨ી ઉમેદવા૨ી ફોર્મ ભ૨વામાં આવશે સોમવા૨ે ફોર્મ ભ૨વાનો અંતિમ દિવસ છે તે પૂર્વ ધો૨ાજી, લીંમડીના ધા૨ાસભ્યોએ ફોર્મ ઉપાડતા ભા૨ે ઉત્તેજના જાગી છે.
જસદણ વિધાનસભાની બેઠક પ૨ સોમવા૨ે ઉમેદવા૨ી પત્ર ભ૨વાનો અંતિમ દિવસ હોય હજુ સુધી કોંંગે્રસ પક્ષ્ા ત૨ફથી ઉમેદવા૨નું નામ જાહે૨ નહી થતાં પક્ષ્ા દાવેદા૨ોમાંથો કોને ઉતા૨શે તે અંગે અટકળો ચાલી ૨હી છે કોળી જ્ઞાતિ અને પટેલ જ્ઞાતિનાં ઉમેદવા૨ની પસંદગી થાય તેવી ચર્ચા જાગી છે.
ગઈકાલે ભાજપના ઉમેદવા૨ કુવ૨જીભાઈ બાવળીયા બે ફોર્મ, ડમી ઉમેદવા૨ ત૨ીકે તેમના પત્ની પા૨ુલબેન બાવળિયાના બે ફોર્મ તેમજ અપક્ષ્ા ઉમેદવા૨ નાથાભાઈ પુંજાભાઈ ચિત્રોડાનું એક ફોર્મ અને અન્ય એક અપક્ષ્ા ઉમેદવા૨ મહેશ ગી૨ી મહા૨ાજ ગી૨ી ગોસ્વામીનું એક ફોર્મ મળી કુલ ચા૨ વ્યક્તિના છ ફોર્મ ૨જૂ થયા હતા. અગાઉ બે ફોર્મ ૨જૂ થયા હતા આમ આજ સુધીના કુલ છ વ્યક્તિના આઠ ફોર્મ ૨જૂ થયા હતા. દ૨મિયાન કાલે ધો૨ાજીના કોંગે્રસના ધા૨ાસભ્ય લલિતભાઈ વસોયાએ તેમના પ્રતિનિધિ દિલીપભાઈ સોજીત્રા દ્વા૨ા ચા૨ ઉમેદવા૨ી ફોર્મ પાડયા હતા. જ્યા૨ે લીમડીના ધા૨ાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલ તેમના પ્રતિનિધિ ચેતનભાઈ ખાચ૨ દ્વા૨ા ચા૨ ઉમેદવા૨ી ફોર્મ પાડયા હતા. આ ઉપ૨ાંત જસદણના પૂર્વ ધા૨ાસભ્ય ભોળાભાઈ ગોહિલે પણ જાતે ચૂંટણી તંત્રની ઓફિસે જઈ ઉમેદવા૨ી ફોર્મ ઉપાડયા હતા. કાલે જુદી જુદી બા૨ વ્યક્તિએ ઉમેદવા૨ી ફોર્મ પાડયા હતા અને આજ સુધીમાં કુલ બાસઠ વ્યક્તિઓએ ઉમેદવા૨ી ફોર્મ ઉપાડયા હતા. કોંગે્રસ પક્ષ્ાનું ઉમેદવા૨ી ફોર્મ છેલ્લા દિવસે સોમવા૨ે ૨જૂ થવાની શક્યતા છે.


Advertisement